Gujarat

સુરતમાં ૧૭૬ ફ્લેટધારકો સાથે ઠગાઈ કરી બિલ્ડર ભાગી ગયો

સુરત
સુરતમાં ફ્લેટધારકો સાથે બિલ્ડરે ઠગાઈ કરી હોવાની ઘટના સામે આવી છે. સુરતના બમરોલીમાં ૧૭૬ ફ્લેટધારકો સાથે બિલ્ડરે ઠગાઈ કરી છે. બિલ્ડરે ફ્લેટ પર રૂ.૧૦ કરોડની લોન લીધા બાદ હપ્તા ન ભરી છેતરપિંડી આચરી છે. રૂ.૧૦ કરોડની લોન લઇ બિલ્ડર રફુચક્કર થતાં ફ્લેટધારકો મુશ્કેલીમાં મુકાયા છે. સમગ્ર ઘટનાની વાત કરીએ તો સુરતના બમરોલીમાં બિલ્ડરે ફ્લેટ પર લોન લીધા બાદ લોન ન ભરતા ફ્લેટધારકોને બેંકે નોટિસ ફટકારી છે. બેંકે નોટિસ ફટકારતા ૧૭૬ ફ્લેટધારકોના જીવ તાળવે ચોટ્યા છે. ત્યારે આ મામલે ઝ્રૈંડ્ઢએ શ્લોક એન્ટરપ્રાઇઝ સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

File-02-Page-07.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *