Gujarat

ગાંધીનગર જિલ્લાના અનુસૂચિત જાતિ યુવક-યુવતિઓ માટે તાલુકાકક્ષાએ વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિર

ગાંધીનગર
રાજયમાં વસતા અનુસૂચિત જાતિના યુવક-યુવતિઓના સર્વાંગી વિકાસ માટે રાજય સરકારે તાલુકાકક્ષાએ વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિરનું આયોજન કરવાનું નક્કી કરેલ છે. તદ્‌અનુસાર રાજયમાં વસતા અનુસૂચિત જાતિના ૧૫ થી ૩૫ વર્ષની વય મર્યાદા ધરાવતા યુવક-યુવતિઓના સર્વાંગી વિકાસ માટે રાજય સરકાર દ્વારા તાલુકાકક્ષાએ વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિરની યોજના અમલમાં મૂકવામાં આવી છે.
જેમાં પ્રત્યેક જિલ્લાના તાલુકા અને ઝોનકક્ષાએ યુવક-યુવતિઓ માટે નિયત કરેલ સ્થળે યુવક-યુવતિઓ માટે વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિર દરમિયાન શિબિરાર્થીઓના વ્યક્તિગત વિકાસ માટે યુવક મંડળની સ્થાપના, રચનાની કાર્ય પધ્ધતિ, પંચાયતી માળખાનો ખ્યાલ, નેતૃત્વ અંગેના ગુણોની ચર્ચા, સામાજીક દુષણો સામે વિરોધ, રાષ્ટ્રીય એકતા તેમજ યુવક-યુવતિઓની શક્તિઓને રચનાત્મક માર્ગે વાળવા અંગે તજજ્ઞો દ્વારા વિવિધ સમજ તેમજ માર્ગદર્શન આપવામાં આવશે.
જ્યારે શિબિરાર્થીઓના શારીરિક-માનસિક તેમજ આધ્યાત્મક વિકાસ માટે યોગ શિક્ષકો દ્વારા વિવિધ પ્રકારના આસનોના પ્રત્યક્ષ જ્ઞાન દ્વારા સમજ આપવામાં આવશે.
આ યોજનાનો લાભ લેવા ઈચ્છિત માત્ર ગાંધીનગર જિલ્લાના અનુસૂચિત જાતિના યુવક-યુવતિઓએ જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, જિલ્લા યુવા વિકાસ અધિકારી, સી-વીંગ, છઠ્ઠો માળ, સહયોગ સંકુલ, સેકટર-૧૧, ગાંધીનગરનો સંપર્ક સાધવાનો રહેશે. અને તા.૨૫/૦૭/૨૦૨૩ સુધીમાં અરજી કરવાની રહેશે, તેવું જિલ્લા યુવા વિકાસ અધિકારી તેજલબેન ચૌહાણે જણાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *