ગાંધીનગર,
મુંબઈ ગણોત વહીવટ અને ખેતીની જમીન અધિનિયમ-૧૯૪૮ ની કલમ-૩૨ પીની પેટા કલમ (૨) ખંડ-સીના નિયમો અુનસાર ગાંધીનગરના કલેક્ટર શ્રી હિતેષ કોયા દ્વારા દહેગામ તાલુકાના બારીયા ગામની જમીનનો નિકાલ કરવા માટેની જાહેર નોટિસ ફરમાવવા માટેની સત્તા દહેગામ મામલતદારને આપવામાં આવી છે. અધિનિયમની કલમ-૩૨ પીની પેટા કલમ (૫) મુજબ આ જમીનોની કિંમત જિલ્લા કલેકટર દ્વારા નક્કી કરવામાં આવી છે,
જિલ્લા કલેકટર દ્વારા સોપાલેય સત્તા અનુસાર દહેગામ મામલતદારશ્રીએ જાહેર નોટિસમાં જણાવ્યું છે કે, વ્યક્તિઓને અને મંડળોને જે ગામમાં સબંધ ધરાવતી જમીન આવી હોઇ તે ગામમાંથી અથવા તેવા ગામની નજીકના કોઇ ગામમાંથી જેનો ગણોત વહીવટ સમાપ્ત કરેલ હોઇ અને જે જમીન ખરીદવા ખુશી હોઇ તે ગણોતીયાને, (૧/એ) જે સહકારી કૃષિ મંડળીઓના સભ્યો, ખેત મજુરો, ભૂમિહીન વ્યક્તિઓ અથવા નાના જમીન ધારણ કરનાર અથવા એ બધામાંથી એકત્ર થયેલી વ્યક્તિઓનો સમુહ હોય તે સહકારી કૃષિમંડળીઓને, ખેત મજુરોને, ભૂમિહીન વ્યક્તિઓને, નાના જમીન ધારણ કરનારાઓને, (નાના જમીન ધારણ કરનારાઓ સિવાયના) જે ખેડુતો માલિક અથવા ગણોતીયા તરીકે અથવા અંશતઃ માલિક અને અંશતઃ ગણોતીયા તરીકે પોષણક્ષમ જમીન કરતા ઓછી જમીન ધારણ કરતા હોઇ(નાના જમીન ધારણ કરનારાઓ સિવાયના) અને કારીગરો હોઇ તે ખેડુતોને સહકારી કૃષિ મંડળીઓને, જે ખેડુતો માલિક અથવા ગણોતીયા તરીકે અથવા અંશતઃ માલિક અને અંશતઃ ગણોતીયા તરીકે પોષણક્ષમ જમીન કરતા ઓછી જમીન ધારણ કરતા હોઇ અને કારીગરો હોઇ તે ખેડુતોને, બીજી સહકારી કૃષિમંડળીઓને, જે ખેડુતો માલિક અથવા ગણોતીયા તરીકે અથવા અશતઃ માલિક અને અશતઃ ગણોતીયા તરીકે પોષણક્ષમ જમીન કરતા ક્ષેત્રફળમાં વધારે મોટી હોઇ પણ ટોચમર્યાદા વિસ્તાર કરતા ઓછી જમીન ધારણકર્તા હોય તે ખેડુતોને અને ખેડુતો સિવાયની ખેતીનો ધંધો કરવા માંગતી હોય તે વ્યક્તિઓને કલેકટરે નક્કી કરેલ કિંમતે ખરીદવા માટે તૈયાર હોય તેમણે કલેકટરને લેખિતમાં જણાવવાનું રહેશે.
દહેગામ તાલુકાના બારીયા ગામની રી.સર્વે નંબર- ૨૧૭- જુનો સર્વે નંબર- ૧૬૫, ક્ષેત્રફળ ૦૭૩-૧૮, આકાર રૂ/પૈસા – ૦-૫૫ અને કલેકટરે નક્કી કરેલ કિંમત રૂ. ૧૧૦/- છે. તેમજ રી.સર્વે નં- ૨૨૪- જુનો સર્વે નંબર- ૧૮૦, ક્ષેત્રફળ ૦-૬૫-૬૨, આકાર રૂ/- પૈસા ૦-૯૫ અને કલેકટરે નક્કી કરેલ કિંમત રૂ. ૧૯૦/- છે.
નોટિસમાં વઘુમાં જણાવવામાં આવ્યું છે કે, કિંમત કલમ ૩૨-પીની પેટા કલમ (૫) મુજબ કલેક્ટર નક્કી કરે તેવા વાર્ષિક હપ્તાઓમાં ભરવાની થશે.નોટીસમાં જણાવેલી મુદત ની અંદર કોઇ વ્યક્તિ અથવા મંડળ કોઇ જમીન ખરીદવાની પોતાની લેખિત અરજી જણાવે નહી તો આવી જમીનો કલમ-૩૨ પી ની પેટા કલમ (૪) મુજબ સરકારને પ્રાપ્ત થયેલી છે એમ ગણાશે, તેવું પણ દહેગામ મામલતદારશ્રીએ જાહેર નોટિસમાં જણાવ્યું છે.