૯ જુલાઈ એટલે વિદ્યાર્થી પરિષદનો સ્થાપના દિવસ જે રાષ્ટ્રીય વિદ્યાર્થી દિવસ તરીકે ઉજવવામાં આવે છે જેમના હાલ ૭૫ વર્ષ પૂર્ણ થતાં તેની ઉજવણીના ભાગરૂપે વિવિધ નગરોમાં કાર્યક્રમો યોજવામાં આવ્યા.
જેમાં આજ રોજ ABVP સાવરકુંડલા નગર દ્વારા કાણકિયા કોલેજમાં રાષ્ટ્રવિકાસમાં યુવાઓ ની ભૂમિકા વિષય પર વ્યાખ્યાન યોજાયું હતું જેમાં આજનો છાત્ર યુવા રાષ્ટ્ર માટે શું કરી શકે,રાષ્ટ્ર માટે યુવાઓનું મહત્વ શું હોય શકે જેવા વિવિધ બિંદુઓ ને આવરી લેવામાં આવ્યા જેમાં વક્તાશ્રી મેહુલભાઈ ત્રિવેદી તથા કોલેજના આચાર્યશ્રી શૈલેષભાઈ રવૈયા અને કોલેજના શિક્ષક ગણ તથા બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.
(અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ-સાવરકુંડલા)
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*