Gujarat

ગુજરાત રાજ્ય ના ૬૭ તાલુકા માં છેલ્લા ૨૪ કલાક દરમિયાન વરસાદ, જે માંથી ૨૯ તાલુકામાં ૧૦ મીમી અથવા વધુ થયેલ

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં નવા વરસાદ ના રાઉન્ડ ની શક્તયા તારીખ ૧૮ થી ૨૫ જુલાઈ ૨૦૨૩ – અપડેટ ૧૮ જુલાઈ ૨૦૨૩
સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં ૧૭ જુલાઈ ૨૦૨૩ સુધી માં ૧૪૭% વરસાદ નો વધારો છે અને જો એકલા કચ્છ માટે જોઈએ તો નોર્મલ થી ૩૧૯% વરસાદ નો વધારો છે આજ સુધી. જયારે ગુજરાત વિસ્તાર માં નોર્મલ જે આ તારીખે હોવો જોઈએ તેનાથી ૩૬% વધુ વરસાદ છે. ૧૭ જુલાઈ ૨૦૨૩ સુધી ઓલ ઇન્ડિયા માં જે રાજ્યો માં વરસાદ ની ઘટ છે તે આ પ્રમાણે છે: કેરળ, કર્ણાટક,ઓડિશા, તેલંગાણા, ઝારખંડ , બિહાર તેમજ નોર્થ ઇસ્ટ બાજુ મિઝોરમ, મણિપુર, ત્રિપુરા અને અરુણાચાલ પ્રદેશ.
આગાહી સમય માટે ના વિવિધ પરિબળો:
૧. ગુજરાત રાજ્ય ઉપર અને લાગુ અરબી સમુદ્ર પર ૩.૧ કિમિ ના લેવલ નું યુએસી.
૨. ચોમાસુ ધરી નોર્મલ અથવા અમુક દિવસ પશ્ચિમ છેડો દક્ષિણ તરફ એન્ડ નોર્થ ગુજરાત સુધી આવી શકે ૧.૫ કિમિ લેવલ માં.
૩. બહોળું યુએસી ૧.૫ કીમિ ૩.૧ કિમિ અને ૫.૮ કિમિ માં . વધતી ઉંચાઈએ દક્ષિણ તરફ ઝુકાવ, જેનો પશ્ચિમ છેડો ગુજરાત રાજ્ય આસપાસ.
૪.બંગાળની ખાડી બાજુ એક બે યુએસી થવાના હોય, મોન્સૂન ટ્રફ દક્ષિણ ગુજરાત થી કેરળ સુધી અમુક દિવસ શક્રિય રહેશે.
આગાહી સમય માં સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં સારા વરસાદ ના નવા રાઉન્ડ ની શક્યતા છે. ઘણા વિસ્તારો માં એક થી વધુ રાઉન્ડ વરસાદ ની શક્યતા છે.
સૌરાષ્ટ્ર અને કચ્છ ના:
૫૦% વિસ્તાર માં આગાહી સમય માં અમુક દિવસે વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ ૫૦ મીમી સુધી.
બાકી ના ૫૦% વિસ્તાર માં આગાહી સમય માં ઘણા દિવસ વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ ૫૦ થી ૧૦૦ મીમી
તેમજ અતિ ભારે વરસાદ ના સેન્ટરો માં આગાહી સમય માં કુલ વરસાદ ૨૦૦ મીમી ને પણ વટી જવાની શક્યતા.
ગુજરાત રિજિયન (નોર્થ ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત) ના:
૫૦%વિસ્તાર માં આગાહી સમય માં અમુક દિવસે વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ ૬૦ મીમી સુધી.
બાકી ના ૫૦% વિસ્તાર માં આગાહી સમય માં ઘણા દિવસ વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ ૬૦ થી ૧૨૦ મીમી
તેમજ અતિ ભારે વરસાદ ના સેન્ટરો માં આગાહી સમય માં કુલ વરસાદ ૨૦૦ મીમી ને પણ વટી જવાની શક્યતા. – અશોક પટેલ
 રિપોર્ટર – નિખીલ ભોજાણી

enis-kMv_400x400.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *