મુંબઈ
ઇવિન લૂઇસની અડધી સદી વડે આઠ વિકેટે ૧૪૩ રન બનાવ્યા હતા. જેની સામે સાઉથ આફ્રિકાએ ૧૮.૨ ઓવરમાં બે વિકેટે ૧૪૪ રન બનાવીને વિજય મેળવી લીધો હતો. રનચેઝ કરનાર આફ્રિકન ટીમે પ્રથમ ઓવરના છેલ્લા બોલે સુકાની બાવુમાની રનઆઉટના સ્વરૂપે વિકેટ ગુમાવી હતી. હેન્ડ્રિક્સ ૩૯ રન બનાવીને આઉટ થયો હતો. રાસી વાન ડેર ડુસૈને ૪૩ તથા માર્કરામે ૨૬ બોલમાં અણનમ ૫૧ રન બનાવીને ટીમનો વિજય નિિૃત કર્યો હતો. વિન્ડીઝની ઇનિંગમાં ઓપનર ઇવિન લૂઇસે છ સિક્સર અને ત્રણ બાઉન્ડ્રી વડે ૩૫ બોલમાં ૫૬ રન બનાવ્યા હતા. સુકાની પોલાર્ડ ૨૬ રન બનાવીને આઉટ થયો હતો. સાઉથ આફ્રિકા માટે પ્રિટોરિયસે ૧૭ રનમાં ત્રણ તથા મહારાજે ૨૪ રનમાં બે વિકેટ ઝડપી હતી.પ્લેયર ઓફ ધ મેચ બનેલા એનરિચ નોર્તઝેના નેતૃત્વમાં બોલર્સે કરેલા શિસ્તબદ્ધ પ્રદર્શન બાદ એડન માર્કરામે ૨૬ બોલમાં રમેલી અણનમ ૫૧ રનની ઇનિંગ વડે સાઉથ આફ્રિકાએ અહીં રમાયેલી ટી૨૦ વર્લ્ડ કપના સુપર–૧૨ તબક્કામાં પોતાની બીજી મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન વેસ્ટ ઇન્ડિઝને આઠ વિકેટે હરાવ્યું હતું. આફ્રિકન ટીમનો આ પ્રથમ વિજય છે. બીજી તરફ વિન્ડીઝ ટીમનો આ સતત બીજાે પરાજય છે. આ પહેલાં તેને ઇંગ્લેન્ડ સામેની મેચમાં પરાજય મળ્યો હતો. પોઇન્ટ ટેબલમાં વિન્ડીઝની ટીમ છેલ્લા સ્થાને છે. સાઉથ આફ્રિકાના બે પોઇન્ટ છે અને તે ચોથા ક્રમે છે. સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરી હતી.
