વરસાદી માહોલ જામતા પ્રકૃતિઓ માટે સ્વર્ગ સમાન બોડેલી સહિત બાજુમાં આવેલ જાંબુઘોડા તાલુકામાં ખીલી ઉઠી વનરાજી,
જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. આ એવી ઋતુ છે જેમાં કુદરતની નજીક રહ્યા હોવાનો અનેરો અહેસાસ થાય છે. વરસાદી માહોલમાં પ્રકૃતિ ખીલી ઉઠે છે. નદી-ઝરણા વહેવા લાગે છે. જાણે કે ધરતી પર જ સ્વર્ગ જેવી લાગણી અનુભવાય છે. આ ઋતુ છે જેમાં ક્યાંક હિલ સ્ટેશન કે પહાડો પર જવાની જરૂર રહેતી નથી. ઘર આંગણે જ જાણે કે સ્વર્ગનો અહેસાસ થાય છે.
આ વિસ્તારમાં પડી રહેલા વરસાદને લઈનેબ બોડેલી નજીક જાંબુઘોડા અભયારણ્યમાં વનરાજી સોળે કળાએ ખીલી ઉઠી છે. પાવાગઢની આશ્લેષમાં ગૂંચળું વળીને પડેલી ડુંગરમાળને અડીને જ આ વિસ્તાર લાગે છે. જાબુઘોડા અભયારણ્યમાં બોડેલી તાલુકાના 14 ગામો સમાવિષ્ટ છે. તરગોળ, નાની રાસકી, મોટા રાસ્કા,ઝંડ, લાંભિયા, બોબડાકુવા,કઠીયારી સહિતના બોડેલી તાલુકાના ગામોનો સમાવેશ આ સેન્ચુરીમાં થાય છે.અહીં પ્રકૃતિનું રૂપ એ રીતે નીખરી રહ્યું છે કે જોનારની આંખો ત્યાં જ સ્થિર થઇ જાય. ભૂપૃષ્ઠ પર ગ્રીનરીએ એ પ્રકારે લીલું કવચ ધારણ કર્યું છે કે જાણે નવોઢા સરંગટ થઇ ને ન બેઠી હોય! મધ્ય ગુજરાતમાં જાંબુઘોડા સેન્ચ્યુરી વન્ય પ્રાણીઓ માટે એક સુરક્ષિત ઘર છે. વન્ય પ્રાણીઓ પણ પ્રકૃતિની સાથે તાલમેલ સાધીને જાણે મોજમાં આવી ગયા છે. જાંબુઘોડા અભયારણ્યમાં દીપડા, રીંછ, નીલગાય સહિતના વન્ય પ્રાણીઓ, સરીસૃપો મોટી સંખ્યામાં વસવાટ કરે છે. પર્યાવરણના બદલાવ સાથે તાજેતરના વરસાદને પગલે અભયારણ્યમાં જે પરિવર્તન આવ્યું છે તેની સકારાત્મક અસર વન્ય પ્રાણીઓ પર પણ પડી રહી છે. પ્રકૃતિના બદલાવ સાથે પ્રાણીઓના વન વિભાગ દ્વારા થતાં જતન, સંવર્ધન સાથે અભયારણ્ય જે રીતે સુશોભિત થયું છે તે જોતા નવા વાઘા, રૂપ, રંગ સાથે પ્રાણીઓ પણ કદમ મિલાવી દુલ્હનની જેમ સજેલા ભૂપૃષ્ઠ પર જાણે જાનૈયા બની જોડાયા ન હોય તેવું દ્રશ્ય સર્જાઇ રહ્યું છે.
બોક્સ
જાબુઘોડા અભયારણ્યમાં બોડેલી તાલુકાના 14 ગામો સમાવિષ્ટ છે. તરગોળ, નાની રાસકી, મોટા રાસ્કા,ઝંડ, લાંભિયા, બોબડાકુવા,કઠીયારી સહિતના બોડેલી તાલુકાના ગામોનો સમાવેશ આ સેન્ચુરીમાં થાય છે.અહીં પ્રકૃતિનું રૂપ નીખરી રહ્યું છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર