જૂનાગઢ મહાનગરપાલિકા આઇસીડીએસ શાખા દ્વારા મેયર શ્રીમતી ગીતાબેન પરમારના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાની શ્રી અન્ન મીલેટસ વાનગી સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મહાનગરપાલિકા હેઠળ આવતા સેજાના આંગણવાડીના કાર્યકરો દ્વારા ભાગ લઈ મીલેટસ માંથી બનતી વિવિધ વાનગીઓ તથા રંગોળી બનાવી નિદર્શનમાં મૂકવામાં આવી હતી.
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના હિમાયતના પગલે સંયુક્ત રાષ્ટ્ર એ વર્ષ ૨૦૨૩ ને આંતરરાષ્ટ્રીય મીલેટ્સ વર્ષ ઉજવવાનું નક્કી કર્યું છે. જે અન્વયે જૂનાગઢ મહાનગરપાલિકા આઈસીડીએસ શાખા દ્વારા જિલ્લા કક્ષાએ શ્રી અન્ન મીલેટસ વાનગી સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં પ્રોગ્રામ ઓફિસર શ્રી મહાનગરપાલિકા જૂનાગઢ દ્વારા મિલેટ્સ નાગલી,કોદરી,ચેનો, સાંબો,કાંગ,બંટી ,રાજગરો,કુટુ, બાજરી અને જુવાર જેવા શ્રી અન્નના ઉપયોગ અને તેનાથી થતા ફાયદા અંગે સમજ આપવામાં આવી હતી. ત્યારબાદ કાર્યક્રમો ઉપસ્થિત પદાધિકારીઓ દ્વારા કાર્યક્રમને અનુરૂપ શ્રી ધાન્ય વિશે વિશેષ જાણકારી આપી હતી.
આ સ્પર્ધામાં નિર્ણાયક પ્રાધ્યાપક શ્રી નયનાબેન ગજજર અને પ્રાધ્યાપક શ્રી ચેતનાબેન ચુડાસમા, ડો. સુભાષ મહિલા આર્ટસ, કોમર્સ અને હોમ સાયન્સ કોલેજ જૂનાગઢ આંગણવાડી કાર્યકર દ્વારા બનાવવામાં આવેલ વાનગીઓની ચકાસણી કરી જિલ્લા કક્ષાએ પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર જાહેર કરાયા હતા. જેમાં પ્રથમ સ્થાને આંગણવાડી કેન્દ્ર જોશીપરા – ૫ ના આંગણવાડી વર્કર પારૂલબેન રમણીકાલ મહેતા, દ્વિતીય સ્થાને અંબિકા ચોક ના આંગણવાડી વર્કર પારેખ નયનાબેન ગજેન્દ્રભાઈ અને તૃતીય સ્થાને કાજીવાડા આંગણવાડી કેન્દ્રના વર્કર ઝાઝમેરીયા અંકિતાબેન પ્રભુદાસભાઈ ને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. તેમજ વિજેતા થયેલા આંગણવાડી વર્કરને પદાધીકારીઓ દ્વારા પ્રમાણપત્ર શિલ્ડ અને મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમ જ કાર્યક્રમમાં ઉપસ્થિત સગર્ભા બહેનોને શ્રી ધાન્યની ટોપલીનું વિતરણ કરવામાં આવ્યું હતું
આ કાર્યક્રમમાં મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર શ્રી ગીરીશભાઈ કોટેચા, પૂર્વ મેયર શ્રી આદ્યશક્તિબેન મજમુદાર, પૂર્વ ડેપ્યુટી મેયર શ્રી હિમાંશુભાઈ પંડ્યા, કોર્પોરેટર શ્રી ભાવનાબેન હિરપરા, કોર્પોરેટર શ્રી શારદાબેન પુરોહિત, કોર્પોરેટર શ્રી આરતીબેન જોશી, તેમજ નાયબ કમિશનર શ્રી પૂજાબેન બાવળા, પ્રોગ્રામ ઓફિસર શ્રી વત્સલાબેન દવે, પ્રોગ્રામ ઓફિસર શ્રી જિલ્લા પંચાયત જૂનાગઢ ગીતાબેન વણપરિયા, સંકલિત બાળ વિકાસ યોજના ના અધિકારી શ્રી ડોલીબેન દોષિ, તમામ સેજા સુપરવાઇઝર શ્રીઓ તેમજ જુનાગઢ શહેર વિસ્તારની સગર્ભાઓ સહિતના હાજર રહયા હતા.