Gujarat

બોડેલી તાલુકાના રણભુન પાટીયા ને જોડતો સુકી નદી નો લો લેવલ કોઝવે પાણી માં ગરકાવ થતા સેકડો રાહદારીઓ કલાકો સુધી અટવાયા      

રણભુન થી સિહોદ ને જોડતો મુખ્ય માર્ગ હોય આ માર્ગ ઉપર દરરોજ હજારોની સંખ્યામાં વાહનો અવર જવર કરે છે
      બોડેલી તાલુકાના રણભુન અને પાટીયા વચ્ચે પસાર થતી સુકી નદી માં બનાવવામાં આવેલ લો લેવલ કોઝવે ઉપર થી સુકી નદી નો ધસમસતો પ્રવાહ વહેતો થતાં આ રોડ ઉપર થી દરરોજ પસાર થતાં સેકડો વાહન ચાલકો  કલાકો સુધી અટવાયા હતા ઉપરવાસ જાંબુઘોડા વિસ્તારમાં રાત્રિ દરમિયાન ચાર ઇંચ કરતાં વધુ વરસાદ ખાબકતાં સુકી નદી માં મળસ્કે ચાર વાગ્યે ઘોડાપુર આવ્યા હતા જેને લઇ સવાર ના પાંચ વાગ્યા થી છ વાગ્યા સુધી આ લો લેવલ ઉપર થી પાણી પસાર થતા એક ક્લાક માટે બંને બાજુ વાહનો ના પૈડા થંભી ગયા હતા
      ઉપરવાસ માં એકજ રાત માં પડેલા 4 ઈંચ ઉપરાંત વરસાદ ને લઈ રણભુન અને પાટીયા વચ્ચે પસાર થતી સુકી નદી બંન્ને કાંઠે વહેતી થઈ હતી અને સવાર ના ચાર વાગ્યે ઘોડાપુર આવ્યા હતા જેને લઇ એક ક્લાક માટે આ માર્ગ ઉપર નો વાહન વ્યવહાર ખોરવાયો હતો
                              Box
         આ લો લેવલ બ્રિજ ઉપર નવો પુલ બનાવવા માટે સ્થાનિકોએ અવારનવાર રજૂઆતો કરી હોવા છતાં અને ગત વર્ષે વિધાનસભાની ચૂંટણી પહેલા કેટલાક નેતાઓ દ્વારા આ લો લેવલ કોઝવે ઉપર નવો પુલ બનાવવા ખાત મહુર્તો પણ કરવામાં આવ્યા હતા અને સ્થાનિક જનતાને જણાવવામાં આવ્યું હતું કે થોડા દિવસોમાં આ કોઝવેને પુલ માં પરિવર્તિત કરવાનું કામ ચાલુ થઈ જશે તેમ જણાવ્યું હતુ ત્યાર બાદ વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ નુ વર્ષ પણ પૂર્ણતાની આરે છે પરંતુ આ વિસ્તારના રહીશો ને હજી સુધી હાલાકી ભોગવી પડી રહી છે
                                 Box
       આ માર્ગ રણભૂમ થી સિહોદ ને જોડતો મુખ્ય માર્ગ છે અને આ માર્ગ ઉપર થી મધ્ય પ્રદેશ તથા છોટાઉદેપુર જિલ્લાની પૂર્વપટ્ટીના અનેક યાત્રિકો પાવાગઢ દર્શન આવતા હોય છે તેઓ માટે આ માર્ગ નજીક પડે છે અને આ માર્ગ ઉપરથી રોજ હજારોની સંખ્યામાં વાહનો અવર જવર કરે છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20230717-WA0056.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *