મકસુદ કારીગર,કઠલાલ
ગુજરાતની ૧૮૨ વિધાનસભામાંથી સૌપ્રથમ અને સૌથી હાઇટેક હરતાં ફરતાં કાર્યાલય નું શ્રેય મહુધાને મળ્યો છે તેમજ મહુધા મતવિસ્તારના ધારાસભ્ય સંજયસિંહ મહિડા નાઓએ લોક પ્રશ્ન નિવારણ માટે જાગૃતિ દાખવી પોતાના વિસ્તારમાં પોતાના હરતાં ફરતાં કાર્યાલય સાથે પહોંચી જઈને ત્વરિત પ્રશ્નનું નિવારણ કરતા હોવાથી સ્થાનિકોમાં પણ લાગણી ફેલાઇ હતી.
ગુજરાતના સૌથી હાઇટેક હરતાં ફરતાં કાર્યાલય સાથે મહુધાના ધારાસભ્ય સંજયસિંહ મહિડા પોતાના મતવિસ્તાર મહુધાની મામલતદાર કચેરી પહોંચ્યા હતા. જ્યાં હાજર તાલુકાના અરજદારોના પ્રશ્નો નું સ્થળ પર જ નિવારણ કર્યું હતું. જેમાં રોડ, પાણી, સ્ટેટ લાઈટ, આધાર કાર્ડ જેવા પ્રશ્નો નું સ્થળ પર જ નિવારણ કર્યું હતું. જેથી પોતાના પ્રશ્નો ને લઈ મામલતદાર કચેરી આવેલા અરજદારોમાં આનંદની લાગણી પ્રસરી હતી તેમજ ધારાસભ્ય એ અરજદારો સાથે રૂબરૂ વાતો કરતા સ્થાનિકો ગદગદિત થઈ ગયા હતા અને ધારાસભ્ય એ દરેક અરજદારો નાં ગામ પોતાનું હરતાં ફરતાં કાર્યાલય ને લઈ આવવાનું ઉચ્ચારતા હાજર સૌ અરજદારો એ ધારાસભ્ય ને વધાવી લીધાં હતાં.
આ પ્રસંગે મહુધા તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ નિલેશભાઈ પટેલ, શહેર ભાજપ સંગઠન પ્રમુખ રૂપેશભાઈ રાઠોડ, મહામંત્રી મધુભાઈ રબારી, મહુધા તાલુકા પંચાયત પ્રમુખના પ્રતિનિધિ રાયસિંગભાઈ પરમાર, જિલ્લા અલ્પસંખ્યક મોરચા ઉપપ્રમુખ સિકંદર ખાન પઠાણ, તાલુકા પંચાયત કારોબારી ચેરમેન જેતસિંહ ભાઈ પરમાર અને હોદ્દેદારો સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.