અમદાવાદ
બોર્ડની ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષામાં શિક્ષણ બોર્ડનો સૌથી મોટો છબરડો સામે આવ્યો છે. જેમાં એક કે બે નહીં પરંતુ ૧૬ પ્રશ્નો ખોટા પુછવામાં આવ્યા છે. ૧૦૦માંથી ૩૪ ગુણના પ્રશ્નો ખોટા હોવાથી ૬૬માંથી માર્ક આપવાના રહેશે. ૐજીઝ્રની સામાન્ય પ્રવાહમાં બોર્ડનો સૌથી મોટો છબરડો સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ઈતિહાસનો સૌથી અનોખો છબરડો શિક્ષણ બોર્ડે સ્વીકાર્યો છે. ૐજીઝ્રની પરીક્ષામાં ૧૬ પ્રશ્નો બોર્ડ દ્વારા ખોટા પૂછાયા છે. જી હા. શિક્ષણ વિભાગ દ્વારા ૧૬ પ્રશ્નો રદ કરવામાં આવ્યા છે. ૧૦૦ માર્કમાંથી બોર્ડ દ્વારા ૩૪ ગુણ રદ કરવામાં આવ્યા છે. આંકડાશાસ્ત્રના પેપરમાં ૪૭માંથી ૧૬ પ્રશ્નો રદ કરાયા હોવાનું સામે આવ્યું છે. ૧૩ જુલાઈના રોજ આંકડાશાસ્ત્રની પૂરક પરીક્ષા લેવાઈ હતી. આ પહેલાં પણ અભ્યાસક્રમ બહારના પ્રશ્નો પૂછાયા હોવાનો વિદ્યાર્થી દ્વારા આક્ષેપ થયો હતો. વિદ્યાર્થીઓ દ્વારા ૨૫ માર્કના પ્રશ્નો ખોટા હોવાનો આક્ષેપ થયો હતો. મૂલ્યાંકન કરવા માટે નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. આ સમગ્ર વિગતની વાત કરીએ તો ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહના આંકડાશાસ્ત્ર વિષયની પૂરક પરીક્ષાનો મામલો સામે આવ્યો છે. ૧૦૦ ગુણના પ્રશ્નપત્રમાંથી કુલ ૬૬ ગુણનું જ મૂલ્યાંકન કરવાનો આદેશ અપાયો છે. આંકડાશાસ્ત્રના પેપરમાં ૪૭ પ્રશ્નોમાંથી ૧૬ પ્રશ્નો રદ કરાયા છે. કુલ ૩૧ પ્રશ્નોનું મૂલ્યાંકન કરવાનું રહેશે, જેના ૬૬ ગુણ થાય છે. આંકડાશાસ્ત્રની પૂરક પરીક્ષા ૧૩ જુલાઈએ લેવાઈ હતી, જેમાં અભ્યાસક્રમ બહારના પ્રશ્નો પુછાયા હતા. જુના અભ્યાસક્રમ મુજબ સવાલ પુછાતા વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા હતા, વાલીઓ પરેશાન થયા હતા. આખરે મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર ખાતે મૂલ્યાંકન કરવા માટે ગાઈડલાઈન આપવામાં આવી. વિભાગ છ માંથી ૨, ૮, ૯, ૧૦ નંબરના પ્રશ્ન રદ કરાયા, જ્યારે અનુક્રમે વિભાગ મ્ માંથી ૧૨, ૧૯ અને ૨૦ નંબરના પ્રશ્નો રદ, વિભાગ ઝ્ર માંથી ૨૨, ૩૧ અને ૩૨ નંબરનો પ્રશ્ન રદ, વિભાગ ડ્ઢ માંથી ૩૪, ૩૫, ૩૭, ૪૦ નંબરનો પ્રશ્ન રદ અને વિભાગ ઈ માંથી ૪૩ અને વિભાગ હ્લ માંથી ૪૭ નંબરનો પ્રશ્ન રદ કરાયો છે. રદ કરેલા પ્રશ્નનો જવાબ વિદ્યાર્થીઓએ લખ્યો હોય તો પણ તેનું મૂલ્યાંકન ના કરવા હુકમ બોર્ડ દ્વારા કરાયું છે. ૬૬ ગુણમાંથી વિદ્યાર્થી જેટલા ગુણ મેળવશે તે મુજબ બાકીના ૩૪ રદ કરાયેલા ગુણનો ભાર લઈ રિઝલ્ટ તૈયાર કરાશે.


