અમદાવાદ
આજે રાજ્યમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા છે. તો બીજી તરફ ભાવનગરના વાળુકડ ગામ નજીક વીજળી પડતા યુવકનું મોત થયું છે. વિજળી પડતા સુજન ખીમજી ભાઈ જેઠવા નામના યુવકનું મોત નિપજ્યું છે. વાળુકડના અંધારિયાવાડ ગામે ખેતી કામ કરી રહેલા યુવક ઉપર વીજળી પડી હતી. યુવકના મોતને લઈને પરિવારમાં માતમ છવાયો છે. તો બીજી તરફ ભાવનગર શહેરમાં પણ વીજળી પડવાની ઘટમા સામે આવી છે. વીજળી પડ્યાનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.શહેરમાં આજ બપોરના સુમારે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે. શહેરના ગઢેચી વડલા ઇ્ર્ં રોડ પાસે વીજળી પડ્યાનો બનાવ મોબાઈલમાં કેદ થયો છે. સોશિયલ મીડિયામાં આ વિડીયો ભારે વાયરલ થઈ રહ્યો છે. ભાવનગર ઉપરાંત જૂનાગઢ જિલ્લામાં પણ વીજળી પડવાની ઘટના સામે આવી છે. જૂનાગઢના માળીયા હાટીના તાલુકાના નવા ગલોદર ખાતે શંકર મંદિર પર પડી વીજળી છે. માળીયા હાટીના તાલુકાના નવા ગલોદર ખાતે આજે સવારે ભારી ગાજવીજ સાથે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો હતો. ત્યારે નવા ગલોદર ખાતે શંકર મંદિર આવેલ છે ત્યારે આ શંકર મંદિર પર એકાએક વીજળી પડતા મંદિરનું વાયરિંગ સહિત મંદિરમાં નુકસાન થયું હતું.


