ગુજરાત સરકારશ્રીના શિક્ષણ વિભાગના પરિપત્ર અનુસાર ખાદી ફોર નેશન, ખાદી ફોર ફેશનના મંત્રને ચરિતાર્થ કરવા સરકારી સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ કઠલાલમાં આચાર્યશ્રી અને તમામ અધ્યાપકો તથા કર્મચારીઓએ ખાદીના વસ્ત્રો પહેરીને ખાદી અભિયાનને સફળ બનાવ્યું હતું. વિદ્યાર્થીઓને પણ ખાદીનું મહત્વ સમજાવી ખાદી પહેરવાની પ્રેરણા આપી હતી. તસવીર : મકસુદ કારીગર,ખેડા-કઠલાલ


