Gujarat

૬ મહિનામાં માનસિક રોગથી પીડિત ઘરથી વિખુટી પડેલ ૪ મહિલાઓને પરિવાર સુધી પહોંચાડવામાં સફળ “સખી” વનસ્ટોપ સેન્ટર ગાંધીનગરની ટીમ

“સખી” વનસ્ટોપ સેન્ટર યોજના સમગ્ર દેશમાં કાર્યરત છે. જેમાં “પરખ ટ્રસ્ટ” સંચાલીત “સખી” વનસ્ટોપ સેન્ટર ગાંધીનગરમાં તા.૦૮ જુલાઈ ના રોજ, ૨૦ દિવસથી ભુલા પડી ગયેલ માનસીક બીમારીથી પીડીત આશરે ૩૫વર્ષિય મહિલાને ૧૦ દિવસનો આશ્રય આપી પરિવારને શોધી મહિલાને બાહેંધરી પુર્વક તેના પરિવારને સોંપવામાં આવી હતી.
૨૦ દિવસથી ભુલા પડી ગયેલ માનસીક બીમારીથી પીડીત મહિલાને અજાણી વ્યક્તિ દ્રારા ૧૮૧ મહિલા અભયમ હેલ્પ લાઇનને સોંપવામાં આવેલ. મહિલા વિશે કોઈજ માહિતી ના મળતા મહિલાને આશ્રય માટે અને પરિવાર સાથે પુનઃસ્થાપન કરાવી શકાય તે હેતુથી અભયમ દ્વારા “સખી” વનસ્ટોપ સેન્ટર ગાંધીનગર પર મુકવામાં આવી હતી.
“સખી” વન સ્ટોપ સેન્ટર પર આવ્યા બાદ બહેનના પહેરવેશ જાેતા અને બોલી સાંભળતા તેમજ કાઉન્સેલિંગ કરતા જાણવા મળ્યુ હતુ કે બહેન ગુજરાતના રહેવાશી નથી. મહિલા સાથે સેન્ટરનાકર્મચારીઓ દ્વારા બહેન સાથે આત્મિયતા કેળવી કાઉન્સેલિંગ કરવામાં આવતાં કાઉન્સેલિંગ દરમિયાન જાણવા મળેલ કે, બહેન મધ્યપ્રદેશ રાજ્યના જબલપુર જિલ્લાના ગોહલપુર વિસ્તારના રહેવાસી છે. ત્યાંના પોલિસનો સંર્પક કરી તેમના પરિવારની શોધ કરી પરિવારને “સખી” વનસ્ટો પસેન્ટર ગાંધીનગર બોલાવી તેમનુ કાઉન્સેલિંગ કરીને જરૂરી આધાર પુરાવાઅને લખાણ લઇ પરિવાર સાથે સુખદ મિલન કરાવેલ.

File-02-Page-Ex-03.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *