Gujarat

ઊના પંથકમાં બાઇક ચોરી કરનાર શખ્સને ૬ બાઇક મુદામાલ સાથે પોલીસે ઝડપી પાડ્યો…

૬ બાઇક, ૧ મોબાઇલ ચોરી કરી હોવાની કબુલાત આપી, મુદામાલ સાથે પોલીસે શખ્સની અટક કરી…

ઊનાના મોટા ડેસર ગામે રહેતો શખ્સ અલગ અલગ જગ્યાએથી બાઇક ચોરી કરનારને ઉના પોલીસે દબોચી લીધો પુછપરછ કરતા
આ બાઇકો તથા મોબાઇલ ચોરી કરી હોવાની કબુલાત કરતા મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
મોટા ડેસર ગામે રહેતો મેહુલ સુરા ચારણીયા નામનો શખ્સ પાસે નંબર વગરની હોન્ડા શાઈન બાઇક કાગળ વગર નજીવી કિંમતે
વેચવા ગ્રાહક શોધતો હોવાની ચોક્કસ બાતમી આધારે પોલીસે આરોપીને પોકેટ કોપ મોબાઇલ તથા હ્યુમનસોર્સ ટેકનોલોજી તથા
અધતન ટેકનોલોજીથી આ શખ્સને પકડી પાડેલ હતો. અને આ બાઇક તેણે નવાબંદર મરીન પોલીસની હદમાંથી ચોરી કરેલ હોય આ
બાઇક ચોરી થઇ હોવાની નવાબંદર પોલીસમાં ગુનો દાખલ પણ થયેલ છે. આ અંગેની પોલીસે વધુ પુછપરછ કરતા કુલ ૬ વાહન
ચોરી તથા એક મોબાઇલ ચોરી કરેલ હોવાનું કબુલાત કરતા પી.સી.કલમ-૩૭૯ મુજબના ગુનામાં અટક કરી રીમાન્ડ મેળવેલ છે. અને
તેને છ બાઇક ચોરીની કબુલાત આપેલ તે પૈકી એક મો.સા. ટીંબી ખાતે બિનવારસી મુકી દીધેલ તે એક બાઇક કબ્જે કરવાનું બાકી
હોય અન્ય પાંચ બાઇક તથા એક મોબાઇલ તપાસ દરમિયાન મળી આવેલ છે. આ તમામ શખ્સ પાસેથી મુદ્દામાલ કબ્જે કરી
કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

ઉના પી આઇ એન કે ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટેશનના સર્વલન્સ સ્કોડના પી એસ આઇ સી.બી.જાડેજા, ધર્મેન્દ્રસિંહ
પરમાર, પ્રદિપસિહ રાયજાદા, કૌશિકસિંહ વાળા, કનુભાઇ વાઢેર, નલીનભાઈ સોલંકી સહીતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન
બાતમી આધારે બાઇક ચોરી કરનાર મેહુલ સુરા ચારણીયા રહે. મોટા ડેસર ગામે રહેતો આ શખ્સને બાઇકના મુદામાલ સાથે દબોચી
લઇ આગળની વધુ પુછપરછ હાથ ધરી ધોરણસરની કાર્યવાહી ધરી છે.

-ગામના-શખ્સને-૬-બાઇક-ચોરી-કરનારને-પોલીસે-મુદામાલ-સાથે-જડપાડી.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *