Gujarat

પીપાવાવ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પકડાયેલ ગેરકાયદેસર માદક પદાર્થ સુકા પોષ ડોડા તથા અફીણના ગુનામાં માલ આપનાર રાજસ્થાનનાં આરોપીને ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ.

સ્પેશ્યલ ઓપરેશન ગૃપ ( એસ.ઓ.જી.અમરેલી.)

પ્રેસનોટ તા.૧૯/૦૭/૨૦૨૩.
ગુજરાત રાજ્યના અધિક પોલીસ મહાનિદેશકશ્રી સી.આઇ.ડી.ક્રાઇમ અને રેલ્વેઝ, ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા રાજ્યમાં ગેરકાયદેસર નાર્કોટીક્સના પદાર્થ, કેફી ઔષધો, મન:પ્રભાવી દ્રવ્યોના ગેરકાયદેસર વેપાર, હેરા-ફેરી, વેચાણ અટકાવવા ખાસ સ્પેશ્યલ ડ્રાઈવ (ઝુંબેશ) તા.૧૦/૦૭/૨૦૨૩ થી તા.૩૦/૦૭/૨૦૨૩ સુધીનું આયોજન કરવામાં આવેલ હોય, જેના ભાગ રૂપે એ.ટી.એસ.ના માર્ગદર્શન હેઠળ માદક પદાર્થના ગેરકાયદેસર વેચાણ અને વહન અંગેના કેસો કરવા અને તેવા પદાર્થ શોધી તેનું ગેરકાયદેસર વેચાણ કરતા ઇસમોને ઝડપી પાડવા અને ગુજરાત રાજ્યને નશા મુક્ત કરવા અભિયાન હાથ ધરેલ છે.
જે અનુસંઘાને શ્રી ગૌતમ પરમાર પોલીસ મહાનિરીક્ષકશ્રી ભાવનગર વિભાગ, ભાવનગરનાંઓની જરૂરી સુચનાં અને માર્ગદર્શન હેઠળ અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ નાઓએ એસ.ઓ.જી. પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી એસ.જી.દેસાઇ, તથા એસ.ઓ.જી. પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી એન.બી.ભટ્ટ, તથા એસ.ઓ.જી. ટીમને અમરેલી જીલ્લામાં કેફી પદાર્થોનું ગેરકાયદેસર રીતે વેંચાણ કરતા તથા નાસતા-ફરતા ઈસમોને ઝડપી પાડી યુવાઘનને બરબાદીનાં રસ્તે જતા અટકાવવા જરૂરી સુચનાં અને માર્ગદર્શન આપેલ હોય, એસ.ઓ.જી. પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી એસ.જી.દેસાઇ, તથા એસ.ઓ.જી.ટીમ પીપાવાવ મરીન પો.સ્ટે. બી-પાર્ટ ગુ.ર.નં.૦૧૫૪/૨૦૨૩ એન.ડી.પી.એસ. એકટની કલમ-૧૫, ૧૭, ૧૮ તથા ૨૯ મુજબના ગુન્હાના કામે રાજસ્થાનનો નાસતો ફરતો આરોપી તાજારામ વર્ધારામ ચૌધરી હાલ રહે.અમદાવાદવાળાને હ્યુમન ઈન્ટેલીજન્સ તથા ટેક્નિકલ સોર્સ મારફતે ઝડપી પાડવામાં સફળતા મળેલ છે.
પકડાયેલ આરોપી ઃ-
તાજારામ વર્ધારામ ચૌધરી, ઉ.વ.૩૦, ધંધો-ડ્રાઇવીંગ, રહે.દેવડા તા.ચાચોર જી.જાલોદ (રાજસ્થાન) હાલ-ઓઢવ, આદીનાથ સોસાયટી, પ્લોટ નં.૩૦૧, રાજપુતના મકાનમાં, જડેશ્વર મહાદેવ મંદિર પાસે, અમદાવાદ જી.અમદાવાદ.
કબ્જે કરેલ મુદ્દામાલ ઃ-
મજકુર ઈસનાં કબ્જામાંથી એન્ડ્રોઇડ મોબાઇલ ફોન નંગ-૧, કિ.રૂા.૫,૦૦૦/- તથા ગુનામાં ઉપયોગ કરેલ બોલેરો પીક-અપ વાહન રજી.નં. GJ-08-AU-0955, કિ.રૂા.૨,૫૦,૦૦૦/-ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવેલ છે.
  મજકુર પકડાયેલ ઈસમની પુછપરછ દરમિયાન પીપાવાવ મરીન પો.સ્ટે. બી-પાર્ટ ગુ.ર.નં.૦૧૫૪/ ૨૦૨૩ એન.ડી.પી.એસ. એકટની ક.૧૫,૧૭,૧૮ તથા ૨૯ મુજબના ગુનાંના કામે પકડાયેલ આરોપી સોમાભાઇ ગાંડાભાઇ વાધ, રહે.રામપરા-૨, રાધા-કૃષ્ણ મંદિરવાળી શેરી, તા.રાજુલા, જિ.અમરેલીવાળાને માદક પદાર્થ સુકા પોષ ડોડાનાં ખાલી ખોખા તથા તેનો ભુકકાનો જથ્થો આપેલ હતો. મજકુર પકડાયેલ ઈસમને વઘુ તપાસ અર્થે પીપાવાવ મરીન પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવેલ છે.
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ નાઓની સુચનાં અને માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી એસ.જી.દેસાઇ, તથા એસ.ઓ.જી. પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી એન.બી.ભટ્ટ, તથા એસ.ઓ.જી. ટીમનાં એ.એસ.આઇ. સંજયભાઇ પરમાર, તથા યુવરાજસિંહ સરવૈયા, તથા હેડ કોન્સ., મનિષદાન ગઢવી, તથા જયરાજભાઇ વાળા, તથા જનકભાઇ કુવાડીયા, દ્વારા કરવામાં આવેલ છે.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*

79e7514a25724d1888d18a501ee8a666.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *