Gujarat

સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના જેસર રોડ ગૌશાળા પાસેથી ગેરકાયદેસર વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી સાવરકુંડલા ટાઉન સર્વેલન્સ ટીમ  

મ્હે.ભાવનગર રેન્જ આઈ.જી.પી.શ્રી ગૌતમ પરમાર ભાવનગર રેન્જ, ભાવનગરનાઓએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાંથી દારૂની બદી સદંતર દુર કરવાં પ્રોહીબીશન લગત પ્રવ્રુતી કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઇડો કરી કડક કાર્યવાહી કરવાં સુચના આપેલ હોય જે અન્વયે અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ નાઓએ તથા સાવરકુંડલા ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષકશ્રી એચ.બી.વોરા નાઓ દ્વારા જીલ્લામાંથી દારૂની બદી સદંતર દુર કરવાં પ્રોહીબીશન લગત પ્રવ્રુતી કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઇડો કરી કડક કાર્યવાહી કરવાં સુચના તથા માર્ગદર્શન આપેલ હોય. જે અન્વયે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એસ.એમ.સોની ની સુચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન સર્વેલન્સ ટીમ દ્વારા પેટ્રોલીંગ દરમ્યાન મળેલ ચોક્ક્સ બાતમી આધારે સાવરકુંડલાના જેસર રોડ, ગૌશાળા પાસેથી મજકુર ઇસમને પ્રોહીબીશન લગત મુદ્દામાલ સાથે પકડી પાડી મજકુર આરોપી વિરૂધ્ધમાં સાવરકુંડલા ટાઉન પો.સ્ટે.માં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીની વિગત :
  અજય ઉર્ફે બાલો ધિરૂભાઇ ટાણેચા ઉ.વ.૨૬ ધંધો.હિરા ઘસવાનો રહે.સાવરકુંડલા, જુના પાવર હાઉસ પાસે, ખોડિયાર મંદિરની બાજુમાં જી.અમરેલી
પકડાયેલ મુદ્દામાલની વિગત :
               DSP PET BOTTLE BLACK DELUXE WHISKY FOR SALE IN MAHARASHTRA STATE ONLY લખેલ ૯૦ એમ.એલ.ની કંપનીની રિંગપેક ભારતીય બનાવટની પ્લાસ્ટિકની બોટલો નંગ-૧૦૦ કિં.રૂ. ૭૫૦૦/-
આ કામગીરી સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એસ.એમ.સોની તથા એ.એસ.આઇ.હિંગળાજસિંહ પ્રદ્યુમનસિંહ તથા પો.કોન્સ. જીતુભાઇ ગોબરભાઇ, પો.કોન્સ. ચિંતનકુમાર કનૈયાલાલ, પો.કોન્સ. ગૌરવભાઇ જીલુભાઇ દ્રારા કરવામાં આવેલ છે.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*

IMG-20230719-WA0041.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *