Gujarat

ટીબી મુકત ભારત અભિયાન અંતર્ગત છોટાઉદેપુર જિલ્લા કલેકટરનાં અધ્યક્ષ સ્થાને જિલ્લા સેવા સદન ખાતે ટીબી ફોરમ ની મિટિંગ યોજાઈ          

જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર દ્વારા જિલ્લા સેવાસદન ના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા કલેકટર સ્તુતિ ચારણના અધ્યક્ષ સ્થાને ટીબી ફોરમ ની મિટિંગ યોજાઈ હતી જેમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો સીબી ચૌબીસા, મુખ્ય જિલ્લા મેડિકલ ઓફિસર ડો પરીખ,આરસીએચઓ ડો.એમ ટી છારી,જિલ્લા ક્ષય અધિકારી ડો ભરતસિંહ ચૌહાણ, WHO કલ્સન્ટંટ ડો.હાર્દિક નક્ષીવાલા, જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન પ્રકાશસિંહ વાંસદીયા, તમામ તાલુકા આરોગ્ય અધિકારીઓ, કેસર હોસ્પિટલમાં ફિઝિશયન ડો.મિતેશ રાઠવા સહિત એનટીઇપી કર્મચારીઓ તેમજ દીપક ફાઉન્ડેશન વડોદરા,અપેક્ષા ટ્રસ્ટ,AP+ પ્રોજેક્ટ, સહિતની એનજીઓ નાં પ્રતિનિધિ, તથા સાજા થયેલા ટીબી ના દર્દીઓ ઉપરાંત જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર ના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન ના ૨૦૨૫ સુધી માં દેશ માંથી ટીબી રોગને નાબૂદી માટે કરેલ આહવાન અંગે છોટાઉદેપુર જિલ્લાના ગ્રામ પંચાયતોને “ટીબી મુક્ત પંચાયત” કરવા માટે પંચાયત ખાતે ગ્રામસભાના તમામ સભ્યો તેમજ જાહેર જનતાને ટીબી રોગ વિશે માહિતી આપી ટીબી મુક્ત પંચાયત માટે આહવાહન કરવામાં આવ્યું હતું.
એપ્રિલ ૨૦૧૮ થી શરૂ કરવામાં આવેલ નિક્ષય પોષણ સહાય અંતર્ગત દરેક ટીબી ના દર્દીને દર મહિને પાંચસો રૂપિયા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર(DBT) પધ્ધતિ થી આપવામાં છે તે ઉપરાંત અન્ય દાતા ઓનાં સહયોગ થી વધારાનું પૌષ્ટિક આહાર માટે ન્યુટ્રીશન કીટ તમામ સારવાર લઈ રહેલા દર્દીઓને મળી રહે તે પ્રમાણે નાં દાતા ઓ શોધવા પર ભાર મૂક્યો હતો તથા માનનિય કલેકટર એ સાજા થયેલ ટીબીના દર્દીઓ સાથે વાતચીત કરી તેઓના અનુભવો જાણ્યા તથા તેઓને તેઓની આસપાસ ના લોકોને ટીબી રોગ વિશે જાગૃત કરવા જણાવ્યા.
જ્યારે જિલ્લા ક્ષય અધિકારી ડો ભરતસિંહ ચૌહાણ એ જિલ્લા માં નિક્ષય મિત્ર ની ટીબી કાર્યક્રમ માં ભાગીદારી વિશે વાત કરી હતી, તેમજ છોટાઉદેપુર જિલ્લાના HIV દર્દીઓની માહિતી વિશે ચર્ચા કરવામાં આવી તેમજ વર્ષ ૨૦૨૩ દરમ્યાન છોટાઉદેપુર જિલ્લામાં કરવામાં આવેલ ટીબી વિભાગની કામગીરી નું પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું, તેમ છોટાઉદેપુર જિલ્લા ક્ષય કેન્દ્ર નાં વાલસિંગભાઈ રાઠવા જણાવ્યું હતું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20230720-WA0029-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *