Gujarat

અમદાવાદમાં યોજાઈ શકે છે કોમનવેલ્થ ગેમ્સ ૨૦૨૬

અમદાવાદ
૨૦૨૬ કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદ ગુજરાતમાં યોજાઈ શકે છે. ભારતીય ઓલિમ્પિક સમિતિ ગુજરાત સરકાર સાથે મળીને આ માટે દાવો રજૂ કરી શકે છે. જાે ભારતને આ હોસ્ટિંગ મળશે તો દેશમાં બીજી વખત કોમનવેલ્થ ગેમ્સનું આયોજન થશે. અગાઉ ૨૦૧૦માં દિલ્હીમાં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. કોમનવેલ્થ ફેડરેશને ૨૦૨૬ની ગેમ્સની યજમાની વિક્ટોરિયા, ઓસ્ટ્રેલિયાને સોંપી હતી પરંતુ મંગળવારે, વિક્ટોરિયન સરકારે વધારે બજેટને કારણે તેને હોસ્ટ કરવાનો ઇનકાર કર્યો હતો. આ પછી, કોમનવેલ્થ ફેડરેશન ૨૦૨૬ ગેમ્સના આગામી યજમાનની શોધ શરૂ છે. આ માટે નવેસરથી બોલીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ઘણા મીડિયા રિપોર્ટ્‌સમાં એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ગેમ્સ ભારતમાં પણ યોજવામાં આવી શકે છે. ભારતે છેલ્લે વર્ષ ૨૦૧૦માં દિલ્હીમાં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કર્યું હતું. બીજી તરફ, ૨૦૨૬ની કોમનવેલ્થ ગેમ્સ માટે અમદાવાદ શહેરને સૌથી ફેવરિટ માનવામાં આવે છે, કારણ કે ૨૦૩૬ની ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે અમદાવાદની બોલી લગાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં, વિક્ટોરિયાના ખસી ગયા બાદ અમદાવાદ આ ગેમ્સ માટે બોલી લગાવી શકે છે. ‘ટાઈમ્સ ઓફ ઈન્ડિયા’ને ગુજરાત સરકાર સાથે જાેડાયેલા સૂત્રો દ્વારા કહેવામાં આવ્યું હતું કે અમદાવાદ ૨૦૩૦ કોમનવેલ્થ ગેમ્સ માટે બોલી લગાવવાની તૈયારી કરી રહ્યું છે, જેના માટે ૨૦૨૮ સુધીમાં તમામ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કામ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો હતો. પ્રથમ કોમનવેલ્થ ગેમ્સ ૧૯૩૦માં યોજાઈ હતી, જેનું આયોજન કેનેડાના હેમિલ્ટન દ્વારા કરવામાં આવ્યું હતું. કોમનવેલ્થ ૧૯૩૦ના રોજ શરૂ થઈ અને ૨૩ ઓગસ્ટના રોજ સમાપ્ત થઈ. જે ત્યારે બ્રિટિશ એમ્પાયર ગેમ્સ તરીકે જાણીતી હતી. ઉદ્‌ઘાટન આવૃત્તિમાં ૧૧ દેશો અને ૪૦૦ ખેલાડીઓએ ભાગ લીધો હતો. મહિલાઓએ પણ આ ગેમ્સમાં ભાગ લીધો હતો, પરંતુ માત્ર સ્વિમિંગ ઈવેન્ટ્‌સમાં. કેનેડિયન એથ્લેટ ગોર્ડન સ્મોલકોમ્બે કોમનવેલ્થ ગેમ્સમાં ટ્રિપલ જમ્પમાં પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો હતો. ૧૯૩૦ કોમનવેલ્થ ગેમ્સની ઉદઘાટન સમારંભ અને મોટાભાગની ઇવેન્ટ્‌સ સિવિક સ્ટેડિયમ ખાતે યોજાઈ હતી, ૧૯૪૨ અને ૧૯૪૬ માં બીજા વિશ્વયુદ્ધને કારણે વિરામ સિવાય, દર ચાર વર્ષે કોમનવેલ્થ ગેમ્સ યોજાય છે. આ ઇવેન્ટ ઔપચારિક રીતે ૧૯૭૮ થી કોમનવેલ્થ ગેમ્સ તરીકે જાણીતી બની હતી. રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના નાયબ સચિવ યુ એ પટેલે આવા સમાચારોને નકારી કાઢ્યા હતા અને કહ્યું હતું કે રમત ગમત વિભાગનું ધ્યાન ૨૦૩૬ ઓલિમ્પિક્સ છે.”અમારું ધ્યાન અત્યારે ૨૦૩૬ ઓલિમ્પિકના હોસ્ટિંગ મેળવવા પર છે. હાલમાં, ૨૦૨૬ કોમનવેલ્થ ગેમ્સ માટે બોલી કરવા માટે અમારી તરફથી કોઈ ર્નિણય લેવામાં આવ્યો નથી,તેવું પીટીઆઈને જણાવ્યું હતું.

File-02-Page-08.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *