Gujarat

જામનગરની ઢાંઢર નદી પર આવેલા કોઝવે પર ફરી વળ્યા

રાજકોટ
હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યાં જામનગરના લાલપુર તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. બે કલાકમાં ૨ ઈંચ વરસાદ વરસતા ઢાંઢર નદીમાં જાેરદાર પાણીનો પ્રવાહ વધ્યો છે. ભારે વરસાદના પગલે ઢાંઢર નદી પર આવેલા કોઝવે પર પાણી ફરી વળ્યા છે. જેના પગલે લાલપુર થી ભાણવડ અને પોરબંદર તરફ જતા વાહન વ્યવહારને અસર થઈ છે. કોઝવે પર પાણી ફરી વળતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. તો બીજી તરફ આજે વલસાડ જિલ્લામાં પણ મોડી સાંજે વરસેલા વરસાદે તરાજી સર્જી હોવાનું સામે આવ્યુ છે. ભારે વરસાદે વાપી તેમજ વલસાડ શહેરમાં ઠેર- ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા હતા. ભારે વરસાદના પગલે લોકોની દુકાનો અને સોસાયટીઓમાં પાણી ફરી વળ્યા હોવાનું સામે આવ્યુ છે. વલસાડના વાપીના ગુંજન વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા દુકાનોમાં પાણી ઘુસ્યુ હતુ.

File-02-Page-11.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *