મકસુદ કારીગર,કઠલાલ
તાજેતરમાં બોરસદ તાલુકાના સારોલ સ્વામિનારાયણ મંદિર ખાતે આશાદીપ માનવ વિકાસ કેન્દ્ર વિદ્યાનગર દ્વારા નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો જેમાં આંખ, દાત અને જનરલ બીમારીઓની નિઃશુલ્ક તપાસ કરવામાં આવી હતી. ભાદરણ મિત્ર મંડળ હોસ્પિટલના તબીબો દ્વારા સંચાલિત આ કેમ્પમાં 60 ભાઈઓ અને 48 બહેનો એમ મળી 108 લોકો સહભાગી બન્યા હતા. આ પ્રસંગે વંચિત વિકાસ સંગઠન બોરસદના પ્રમુખશ્રી, આશાદીપના સ્થાનિક આગેવાનો તથા સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.


