Gujarat

ABVP દ્વારા જ્ઞાનસહાયક ભરતી રદ્દ કરવા આવેદન આપ્યુ.

અમરેલી : રાજ્ય સરકાર દ્વારા જ્ઞાન સહાયક ભરતી લાગુ કરવામાં આવી છે, જે યોજના બંધ કરવામાં આવે તેમજ ટેટ અને ટાટ પાસ ઉમેદવારોની રાજ્યની સરકારી શાળાઓમાં કાયમી ભરતી કરવામાં આવે તેમજ ૮ લો કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા સ્થગીત કરવામાં આવતા ઉમેદવારોને પ્રવેશથી વંચિત રહેવું પડે છે. ત્યારે પ્રવેશની મંજૂરી આપવામાં આવે તેવી માંગ સાથે એબીવીપી દ્વારા ભુજમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ અંગેની વિગતો મુજબ સરકારે વિદ્યા સહાયક અને પ્રવાસી શિક્ષકની યોજના બંધ કરી જ્ઞાન સહાયકની યોજના અમલમાં મુકી છે, જેમાં માત્ર ૧૧ માસના કરાર પર શિક્ષકોની ભરતી કરવામાં આવશે. ૧૧ માસ બાદ શિક્ષકોનું શું ? તે અંગે કોઈ જાહેરાત કરાઈ નથી. ટેટ અને ટાટની ભરતીના આધારે નિમણૂંક થવાની છે. શિક્ષકોની કરારી ભરતી થવાની હોઈ ઉમેદવારોમાં પણ વિરોધ જોવા મળી રહ્યો છે. સરકાર દ્વારા શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. જેથી નવો ઠરાવ રદ્ કરી જૂની નિમણૂંક પદ્ધતિ પ્રમાણે ઉમેદવારોને તક મળે તેવી માંગ સાથે જિલ્લા અધિક કલેકટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*

IMG-20230721-WA0032.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *