Gujarat

બોડેલી શીરોલા વાલા હાઈસ્કૂલ ના વિદ્યાર્થીઓ દ્વારા બોડેલી પોલીસ સ્ટેશન ની મુલાકાત કરવામાં આવી 

બોડેલી શીરોલા વાલા હાઈસ્કૂલ ના SPC સ્ટુન્ડ દ્વારા બોડેલી પોલીસ સ્ટેશન ની મુલાકાત કરવામાં આવેલ તે દરમ્યાન બોડેલી PSI એસ. એન. બારીયા તથા PSI એ. બી. પરમાર તથા SPC ના ADI દ્વારા પોલીસ સ્ટેશન ના વિવિધ વિભાગો તથા પોલીસ ની કામગીરી વિશે માર્ગદર્શન આપવામાં આવેલ તથા હથિયાર પ્રદર્શન સાથે હથિયાર વિશે માહિતી આપવામાં આવેલ
બોડેલી આવેલ શીરોલાવાલા સ્કૂલના વિદ્યાર્થીઓને પોલીસ સ્ટેશનમાં થયેલી કામગીરી ની સમજ આપવામાં આવી હથિયાર વિશે સમજ આપવામાં આવી અને પોલીસ સ્ટેશન ની મુલાકાત કરાવી હતી. બોડેલી પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ  વિદ્યાર્થીઓને  ફુલ આપી તેઓનું સ્વાગત કર્યું હતુ અને સ્કૂલના વિદ્યાર્થીઓને પોલીસ સ્ટેશનમાં થતા વિવિધ કાર્યો અંગે સમજ આપી હતી. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા કયા ડેસ્ક પર મળવું, જેલ, તેમજ રાયફલ નો ઉપયોગ અંગે સમજ આપી હતી અને પોલીસ પ્રજા નો મિત્ર છે અને પોલીસ સ્ટેશનમાં આવતા સમયે કોઈએ પણ બીક ન રાખવી તેની સમજ આપી હતી. વિદ્યાર્થીઓ દ્વારા પોલીસ સ્ટેશન ની મુલાકાત દરમ્યાન સંતોષ સાથે આનંદની લાગણી વ્યક્ત કરી હતી. પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને ચોકલેટ બિસ્કીટ આપી વિદાય આપવામાં આવી હતી.
બોક્સ
પોલીસ પ્રજા નો મિત્ર છે અને પોલીસ સ્ટેશનમાં આવતા સમયે કોઈએ પણ બીક ન રાખવી તેની સમજ આપી
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20230722-WA0017.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *