Gujarat

દિયોદરના સણાસર ગામે બનાસ ડેરીની વાર્ષિક સાધારણ સભા મળી

બનાસકાંઠા
બનાસ ડેરીના દૂધ ઉત્પાદકોને માટે મોટી ભેટ ડેરી તરફથી મળી છે. બનાસ ડેરીની વાર્ષિક સાધારણ સભા યોજાતા જેમાં પાંચ લાખ કરતા વધારે પશુપાલકોને માટે મોટી ભેટની જાહેરાત કરવામાં આવી છે. બનાસ ડેરીની વાર્ષિક સાધારણ સભા દિયોદરના સણાસર ગામે મળી હતી. સાધારણ સભામાં ૨૦ હજાર કરતા વધારે પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં દૂધ ઉત્પાદકોને માટે ઐતિહાસિક ભાવ ફેર જાહેર કરવામાં આવ્યો હતો. દૂધ ઉત્પાદક પશુપાલકોને દૂધ ભરાવીને મેળવેલ રકમ પર ભાવ ફેર ૨૦.૨૭ ટકા જાહેર કરવામાં આવ્યો છે. બનાસ ડેરી દ્વારા પશુપાલકોને ભાવ ફેર પેટે ૧૮૫૨ કરોડ રુપિયા વહેંચવામાં આવશે. જ્યારે ૧૦૦ કરોડ રુપિયાનો ભાવ ફેર દૂધ ઉત્પાદક મંડળીઓને ચુકવવામા આવશે. આમ પશુપાલકોને મોટી રકમ ભાવફેરને લઈ મળશે. બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ મીડિયાને કહ્યુ હતુ કે, બધુ મળીને પશુપાલકોને પચ્ચીસ થી ત્રીસ ટકા રકમ વધારે ડેરીમાં દૂધ ભરાવનારા પશુપાલકોને મળશે.

File-02-Page-18.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *