Gujarat

ગીરગઢડાના દ્રોણેશ્વર મહાદેવના સાનિધ્યમાં અધિકમાસ અને નિજશ્રાવણમાં મહાપ્રસાદનું ઉના જલારામ મિત્ર મંડળ દ્વારા પ્રારંભ કરાયો…

પ્રાચીન અને પૌરાણિક દ્રોણેશ્વર શિવલિંગ ઉપર પાણીનો પ્રવાહ વર્ષોથી પડે છેતે આજેદિન સુધી પાણી સ્થિર થયું નથી..
ઉના શહેરમાં છેલ્લા 14 વર્ષથી ભૂખ્યા ઓને ભોજન કરાવતા અને 12 વર્ષથી વિના મૂલ્યે નેત્ર નિદાન કેમ્પ અને મોતિયાના
ઓપરેશન કેમ્પ કરતા અને સતત છેલ્લા 5 વર્ષથી ગીરગઢડા તાલુકાના દ્રોણ ગામે આવેલ પ્રાચીન અને પૌરાણિક દ્રોણેશ્વર મહાદેવનું
મંદિર આવેલુ છે. આ મંદિરના સાનિધ્યમાં શિવલીંગ ઉપર અવિરતપણે ગંગાજીનો અભિષેક થઈ રહ્યો છે તે મંદિરના આશ્રમના
સંકુલમા અધિક શ્રાવણ માસ અને નીજશ્રાવણ માસ આમ બે મહિના સુધી ઉના જય જલારામ મિત્ર મંડળ દ્વારા દાતા ઓના
સહયોગથી સવારે 11 કલાક થી બપોરે 1, 30 કલાક સુધી બપોરે એક ટાઇમ વિના મૂલ્યે મહાપ્રસાદ (ભોજન)નો પ્રારંભ કરાયો છે.
અને યાત્રાએ આવતા યાત્રાળુઓ લાભ લઈ રહ્યા છે. આ વિના મૂલ્યે મહાપ્રસાદ તા,15/9/2023 સુધી અવિરત પણે ચાલુ રહેશે તેમ
જલારામ મિત્ર મંડળ સંચાલક નરેશભાઈ મસરૂ એ જણાવેલ…
દ્રોણેશ્વર મહાદેવનો ઇતિહાસ કંઇક એવો જ છે..
હિંમતભાઈ શિયાળે જણાવેલ હતું કે દ્રોણેશ્વર મહાદેવનો ઇતિહાસ કંઇક એવો જ છે કે મહાભારત યુદ્ધ પહેલા ગુરુદ્રોણે પાંડવોની
શોધખોળ કરવા માટે આ જગ્યા પર આવ્યા હતા. ત્યારે તેમણે શિવલિંગની સ્થાપના કરી હતી. અને આ શિવલિંગ ઉપર જળનો
અભિષેક કરવાનો હોવાથી ગુરુદ્રોણે અહીં આવેલી સીલામાં એક તીર માર્યું હતું. અને તીર મારતા જ ગંગાજળ પ્રગટ થયા હતા. આ
ગંગાજળ છે તે સીધા શિવલિંગ ઉપર અવિરત પડે છે. વર્ષોથી આ પાણીનો પ્રવાહ શિવલિંગ ઉપર પડે છે તે આજેદિન સુધી સ્થિર થયું
નથી. અને સતત શિવલિંગ ઉપર અવિરત પાણી વહેતું રહે છે. ત્યારે ગુરુદ્રોણે શિવલિંગની સ્થાપના કરી એટલે દ્રોણેશ્વર મહાદેવ
કહેવાય…

-સાનિધ્યમાં-અધિકમાસ-અને-નિજશ્રાવણમાં-3.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *