Gujarat

માંગરોળ મા પરસોતમ માસ નિમીતે શ્રીરામ પરાયણ જ્ઞાનયજ્ઞનુ સુંદર આયોજન કરાયુ..

પરમાર પરિવાર અને સીટી સેન્ટર ડેવલપમેન્ટના રહીશો દ્વારા આયોજીત કથામાં વિશ્વ હિન્દુ પરિષદ અને શ્રી લાલજી મંદિર રામ પારાયણ સમિતી દ્વારા કથાકાર શાસ્ત્રીજીનુ અને રામ કથાના યજમાન નુ બહુમાન કરાયુ….
જુનાગઢના માંગરોળના ટાવર પાસે આવેલ સીટી સેન્ટર ડેવલપમેન્ટ એપાર્ટમેન્ટ ના મધ્યમાં શ્રીરામ પરાયણ જ્ઞાનયજ્ઞ રામ કથાનુ સુંદર અને ભક્તિમય આયોજન કરાયુ છે
પવિત્ર પરસોતમ માસ નિમીતે ખીમજીભાઈ રામજીભાઈ પરમાર પરિવાર તેમજ એપાર્ટમેન્ટમાં રહીશોના સાથ સહકારથી રામયજ્ઞ શ્રીરામ કથાનુ આયોજન કરવામા આવેલ કથામાં માંગરોળના કથાકાર શાસ્ત્રી નાગેન્દ્ર વોરા વ્યાસપીઠ પર બીરાજી તેમની સુંદર મઘુર વાણીમા સંગીતના સથવારે કથાનું રસપાન કરાવી રહ્યાછે દરરોજ અલગ-અલગ ભક્તિમય કાર્યક્રમો સાથે કથામાં ઘર્મ પ્રેમી ભાઇઓ અને બહેનો લાભ લઇ રહ્યા છે ત્યારે આજે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના વિનુભાઈ મેસવાણિયા, પ્રકાશભાઈ લાલવાણી, પ્રફુલભાઇ નાંદોલા, પંકજભાઇ રાજપરા, ધવલ પરમાર, વિરંજીભાઈ શુક્લ, સુરેશભાઈ સોલંકી સહિત આગેવાનો દ્વારા શાસ્ત્રીજીને ફુલહાર તેમજ શાલ ઓઢાળી અને યજમાન મુકેશભાઈ પરમાર અને પરિવારને સન્માનિત કરવામાં આવ્યા હતા અને આ ભક્તિમય કથાનુ આયોજન કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા,,,
રિપોર્ટર, વિનુભાઈ મેસવાણીયા માંગરોલ

20230725_230259.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *