બિહાર
બિહારમાં સોમવારે મોટી ટ્રેન દુર્ઘટના ટળી હતી. અહીં વૈશાલી ક્લોન સુપરફાસ્ટ એક્સપ્રેસ ખોટા સિગ્નલને કારણે મુઝફ્ફરપુરથી મોતિહારીના બદલે હાજીપુર રૂટ પર રવાના થઈ હતી. લોકો પાઇલોટે સાવચેતીનો અહેવાલ જાેયો ત્યાં સુધીમાં ટ્રેન લગભગ ૨૦૦ મીટર આગળ વધી ચૂકી હતી. ત્યારબાદ ડ્રાઈવરે ઈમરજન્સી બ્રેક લગાવી અને કંટ્રોલ રૂમ અને સ્ટેશન માસ્ટરને આ અંગે જાણ કરી. આ પછી ટ્રેનને મુઝફ્ફરપુર જંકશન પર પરત લાવવામાં આવી હતી. અહીંથી થોડા સમય બાદ ટ્રેનને સાચા રૂટ મોતિહારી તરફ રવાના કરવામાં આવી હતી. જાે કે તે ટ્રેનને જવાનુ હતુ બીજા રુટ પર અને પહોંચી બીજા રુટ પર ત્યારે માહિતી વગર આ રીતે તે રુટ પર ટ્રેન પહોચી જાત તો મોટો અકસ્માત પણ સર્જાઈ શકેત ત્યારે ફરી ટ્રેનને તેના રુટ પર લાવતા આ રીતે મોટી દુર્ઘટના ટળી હતી, નહીંતર સોમવારે બિહારમાં બાલાસોર જેવી મોટી ટ્રેન દુર્ઘટના બની શકી હોત. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે ખોટા સિગ્નલને કારણે ટ્રેન ખોટા રૂટ પર રવાના થઈ હતી. આ પછી, સોનપુર રેલ્વે ડિવિઝનના ડીઆરએમ વિવેક ભૂષણ સૂદે પેનલ ઈન્ચાર્જ સુરેશ પ્રસાદ સિંહ અને પેનલ ઓપરેટર અજીત કુમારને સસ્પેન્ડ કર્યા. વાસ્તવમાં યુપીના ભટની યાર્ડને એન્જિનિયરિંગના કામ માટે બ્લોક કરી દેવામાં આવ્યા છે. આ પછી વૈશાલી ક્લોન સહિત ૯ ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા છે. ૦૨૫૬૩ વૈશાલી ક્લોન સુપરફાસ્ટ એક્સપ્રેસ ૨૦, ૨૪, ૨૭, ૩૧, જુલાઈ અને ૦૩ ઓગસ્ટના રોજ બદલાયેલા રૂટ પર મુઝફ્ફરપુર – નરકટિયાગંજ ગોરખપુર કેન્ટ થઈને દિલ્હી જશે. ટ્રેનના રૂટમાં ફેરફાર અંગેની માહિતી રેલવેની કામગીરી સહિત તમામ સંબંધિત વિભાગોને આપવામાં આવી છે. આ પછી પણ વૈશાલી ક્લોન સુપરફાસ્ટ એક્સપ્રેસ સોમવારે ખોટા રૂટ પર રવાના થઈ હતી. ટ્રેનને સ્ટેશન પર પાછી લાવવા અને પછી છોડવાની પ્રક્રિયામાં, મુઝફ્ફરપુરમાં ટ્રેન લગભગ અડધો કલાક મોડી પડી. આ અંગે માહિતી મળતાં સ્ટેશન સુપરિન્ટેન્ડેન્ટ, ટ્રાફિક ઈન્સ્પેક્ટર પ્લેટફોર્મ પર પહોંચ્યા. આ સાથે ઇઇૈં બિલ્ડીંગમાં પહોંચીને તપાસ પણ કરવામાં આવી હતી. આ મામલે સ્ટેશન માસ્ટર અને અન્ય કર્મચારીઓની પણ તપાસ કરવામાં આવી રહી છે. આ પહેલા બાલાસોરમાં ખોટા સિગ્નલના કારણે મોટો ટ્રેન અકસ્માત થયો હતો અને ૨૯૦ લોકોના મોત થયા હતા.