Gujarat

જામનગરમાં ખાતરનો પૂરતો જથ્થો ન મળતા સતત બીજા દિવસે ખેડૂતોનો હલ્લાબોલ

જામનગર
રાજ્યમાં એકતરફ પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતરનો જથ્થો ઉપલબ્ધ હોવાના દાવાઓ કરવામાં આવે છે. પણ કૃષિમંત્રીના આ દાવાથી વાસ્તવિકતા તદન વિપરીત છે. જામનગરમાં ખાતરનો પૂરતો જથ્થો ન મળતા સતત બીજા દિવસે ખેડૂતોએ હલ્લાબોલ કર્યો છે. ખેડૂતોના રોષ પારખી ગયેલા સંચાલકોએ પોલીસને જાણ કરવાની ફરજ પડી હતી. પોલીસે આવી સ્થિતિ થાળે પાડી હતી. લાલપુર બાયપાસ નજીક કૃષિ કેન્દ્રના સંચાલકોએ દાવો કર્યો કે એક જ ગાડી યુરિયા ખાતરનો જથ્થો આવ્યો છે. આ જથ્થો ખેડૂતોને સરખા હિસ્સે વહેંચવામાં આવે છે. તો ત્રણ દિવસ પૂર્વે મોરબીમાં પણ ખેડૂતોએ હંગામો મચાવ્યો હતો. અહીં પણ ખેડૂતોએ આરોપ લગાવ્યો કે સવારે ૩ વાગ્યાથી લાઈનમાં ઉભા રહેવા છતા પૂરતા પ્રમાણમાં ખાતરનો જથ્થો મળતો નથી. ગુજરાતમા હાલ ખરીફ સીઝનનું વાવેતર ચાલી રહ્યું છે. આ સીઝનમાં ખેડૂતોને યુરિયા ખાતરની મોટા પ્રમાણમાં જરૂર પડે છે. આ પહેલા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં યુરિયા ખાતરનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. ખેડૂત મિત્રોએ ખોટી અફવાઓથી પ્રેરાવવું નહિ અને જરૂરીયાત મુજબ જ ખાતર ખરીદવું. કૃષિ મંત્રી ગાંધીનગર ખાતે ખેતીવાડી ખાતાના ઉચ્ચ અધિકારીઓ તેમજ મુખ્ય ખાતર વિતરક સંસ્થાઓ સાથે ખાતરની ઉપલબ્ધતા અંગે બેઠક કરી હતી. જાેકે કૃષિ મંત્રીના આ દાવા કરતાં સ્થિતિ વિપરિત જણાઈ રહી છે. રાજ્યમાં ખેડૂતલક્ષી કોઇપણ સમસ્યાનો ત્વરિત ઉકેલ લાવી ખેડૂતોને જરૂરી તમામ મદદ પૂરી પાડવા રાજ્ય સરકાર પ્રયત્નશીલ હોવાનું રાઘવજી પટેલે જણાવ્યું હતું. તેમણે કહ્યું, રાજ્યમાં યુરિયા ખાતરનું વિતરણ સુવ્યવસ્થિત રીતે થાય અને ખાતરની ખેંચ ન પડે તે મુજબનું આયોજન કરવા સૂચનાઓ આપી છે. રાજ્યમાં યુરિયા ખાતરની ઉપલબ્ધતા અંગે ખેડૂતો તરફથી મળેલા સૂચનોને ધ્યાને લઇ કૃષિ મંત્રીએ ગાંધીનગર ખાતે ખેતીવાડી ખાતાના ઉચ્ચ અધિકારીઓ, મુખ્ય ખાતર વિતરક સંસ્થાઓ સાથે બેઠક કરીને ખાતરની ઉપલબ્ધતા અંગે વર્તમાન પરીસ્થિતિની સમીક્ષા કરી હતી. કૃષિ મંત્રીએ ખેડૂતોને અનુરોધ કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં યુરિયા ખાતરનો જથ્થો પૂરતા પ્રામાણમાં હાજર છે અને આ જથ્થો પૂરતો જળવાઈ રહે તે મુજબ અમલવારી પણ કરવામાં આવી રહી છે. ખેડૂતમિત્રોએ કોઈપણ અફવાઓથી પ્રેરાવવું નહિ તેમજ જરૂરીયાત મુજબ યુરીયા ખાતરની ખરીદી કરી બિનજરૂરી સંગ્રહ કરવો નહિ. તેમ છતાં યુરિયા ખાતરના જથ્થા બાબતે કોઇપણ પ્રશ્ન હોય તો સંબંધિત જિલ્લાના નાયબ ખેતી નિયામક(વિસ્તરણ) ની કચેરીનો સંપર્ક કરવા જણાવ્યું છે.

File-02-Page-11.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *