Gujarat

વન અને પર્યાવરણ મંત્રી મૂળુભાઈ બેરા તથા રાજ્યમંત્રી મુકેશ પટેલના હસ્તે વનચેતના કેન્દ્ર ખાતે નવનિર્મિત વિશ્રામ ગૃહનું લોકાર્પણ કરાયું

ગાંધીનગર,
વનચેતના કેન્દ્ર ગાંધીનગર ખાતે ગુજરાત પોલિસ આવાસ નિગમ લી. દ્વારા નવનિર્મિત વિશ્રામ ગૃહનંક લોકાર્પણ વન અને પર્યાવરણ મંત્રીશ્રી મૂળુભાઈ બેરા તથા રાજ્યકક્ષાના વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલના હસ્તે કરવામાં આવ્યું.
રૂ. ૪૧૫.૫૫ લાખના ખર્ચે તૈયાર થયેલા વિશ્રામગૃહનાં બે માળમાં કુલ ૧૨ રૂમ તથા ૧ ડાઈનીંગ હોલ બનાવાયા છે.જેમાં વાતાનુકુલ સાથે અન્ય તમામ અત્યાધુનિક સગવડો પણ ઉભી કરાઈ છે. ગાંધીનગર ખાતે થતા વિવિધ સેમિનાર, કોન્ફરન્સ, તાલિમ કાર્યક્રમો, રિસર્ચ અર્થે આવતા નિષ્ણાતો તથા મીટીંગ અર્થે આવતા વન વિભાગના અધિકારીશ્રીઓ તથા પાટનગર ખાતે વિવિધ કાર્યક્રમોમાં આમંત્રિત પદાધિકારીઓ, મહેમાનોનાં રોકાણની સુવિધા અર્થે આ વિશ્રામગૃહનું નિર્માણ કરાયું છે.
આ પ્રસંગે અ?ગ્ર મુખ્ય વન સંરક્ષક વિકાસ અને વ્યવસ્થાપન યુ.ડી સિંઘ, મુખ્ય વન સંરક્ષક અ?ને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ એસ.કે ચતુર્વેદી, અગ્ર સચિવ વન અને પર્યાવરણ સંજીવ કુમાર, મુખ્ય વન સંરક્ષક સંદિપ કુમાર, ગાંધીનગર જિલ્લા નાયબ વન સંરક્ષક ચંદ્રેશકુમાર સાનદ્રે તથા વન વિભાગના અન્ય અધિકારીઓ, પોલિસ આવાસ નિગમ.લિ નાં અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

File-02-Page-Ex-05.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *