જેતપુર પાવી તાલુકા ખાતે આવેલ શ્રી શ્રીમતી વી.આર શાહ સાર્વજનિક હાઈસ્કૂલ પાવીજેતપુર ખાતે ટીબી રોગ અંગે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ટીબી સુપરવાઇઝર વિનોદભાઈ વણકર બ્લોક એસઆઈ કરણસિંહ રાઠવા પીએચસી ના સીએચઓ જલ્પાબેન રાઠવા, એફએચડબલ્યુ લેપ્રસી સુપરવાઇઝર આનંદભાઈ રાઠવા રાઠવા અને હાઈ સ્કૂલના પ્રિન્સિપાલ શ્રી સંજયભાઈ શાહ અને સોમસિંહ સાહેબ તેમજ તમામ શિક્ષક સ્ટાફ અને ધોરણ 10 થી 12 ના વિદ્યાર્થીઓ શાળાના ઉપસ્થિત રહી ટીબી રોગ વિશે તાલુકા ટીબી સુપરવાઇઝર વિનોદભાઈ ડી વણકર દ્વારા વિદ્યાર્થીઓને ટીબી રોગના લક્ષણો નિદાન સારવાર અને નીક્ષય પોષણ યોજના હેઠળ આપવામાં આવતી સહાય અને ટીબી મુક્ત ભારત કરવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓ માટે પ્રશ્નોત્તરી નું આયોજન પણ થયું હતું જેમાં વિજેતા વિદ્યાર્થી ઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ રીતે સફળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


