Gujarat

મહોરમનાં  પવિત્ર તહેવારોમાં સભા-સરઘસ નિયમન અંગે પરવાનગી લેવી જરુરી

આગામી તા.૨૯  નાં રોજ મહોરમ (તાજીયા)નો તહેવાર આવતો હોય કાયદો અને વ્‍યવસ્‍થા જાળવવા માટે જૂનાગઢ જિલ્‍લામાં તાજીયા સરઘસ વગેરેનું નિયમન કરવાનું અને તે અંગે જાહેર સુલેહશાંતી તથા જાહેર વ્‍યવસ્‍થા જળવાઇ તે માટે સાવચેતીનાં પગલા લેવા માટે મુંબઇ પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૩૩(૧) “એન” અને “ઓ” અન્‍વયે જાહેરનામુ સમગ્ર જૂનાગઢ જિલ્‍લાનાં વિસ્તાર માટે પ્રસિધ્ધ કરી અધીક જિલ્‍લા મેજીસ્‍ટ્રેટશ્રી  પી.જી.પટેલે સંજય મોદીએ તેમને મળેલ સત્તાની રૂએ હુકમ ફરમાવેલ છે. આ જાહેરનામાનો  ભંગ કરનાર વ્‍યક્તિ સને ૧૯૫૧નાં મુંબઇ પોલીસ અધિનિયમ કલમ-૧૪૧ તથા ૧૩૫માં દર્શાવ્‍યા મુજબ શિક્ષાને પાત્ર ઠરશે. તથા  ઇ.પી.કો. કલમ ૧૮૮ હેઠળ શીક્ષાને પાત્ર ઠરશે.

 તાજીયા પંજો, ડોલી, હાથી ઘોડા ફેરવવા માટે સંબંધકર્તા વિભાગનાં સબ ડિવીઝનલ મેજીસ્‍ટ્રેટશ્રી પાસેથી ઠરાવેલ મુદતમાં પરવાનગી અગાઉથી મેળવવી પડશે. આવી પરવાનગી પરા પૂર્વથી ફેરવવામાં આવતા તાજીયા માટે અગર માનતાના તાજીયા માટે  મુસ્લિમ કોમના કોઈપણ શખ્સને ઉપરોક્ત શરત નંબર એકમાં જણાવેલ પરવાનગી મેળવનાર શખ્સો એ  જ્યારે કોઈપણ પોલીસ અધિકારીશ્રી પરવાનગી જોવા માંગે ત્યારે રજૂ કરવી પડશે.

પરવાનગી મેળવનાર શખ્સ પોતે તેમના તાજીયા, પંજો ,ડોલી, હાથી, ઘોડા સાથે ફરતી મંડળીના સરઘસના કારણે ફરતા માણસોની વર્તણુક અને સુલેહ શાંતિ ભરી રસમો માટે તે પોતે જવાબદાર રહેશે. કોઈપણ શખ્સ અગર મંડળી અથવા સરઘસની વર્તુણક ને અવ્યવસ્થિત અથવા સુલેહ શાંતિ માટે જોખમકારક જણાય તેઓને આપવામાં આવેલ પરવાનગી રદ કરવામાં આવશે

જે તે સબ ડિવીઝનલ મેજીસ્‍ટ્રેટશ્રી દ્વારા અપાયેલ પરવાનગીમાં દર્શાવેલ માર્ગને આધિન રહીને પરવાનગી મેળવનાર શખ્‍સ પોતાના તાજીયા, પંજો, ડોળી, હાથી, ઘોડા સરઘસમાં ફેરવી શકશે. પરવાનગીમાં મુકરર કરેલ સ્‍થળે વાજિંત્ર વગાડી શકશે.

રસ્‍તાઓ પર ઢોલ કે બીજા વાજીંત્રો  વગાડવા માટે પરવાનગી તા. ૩૦ જુલાઈ સુધી  આપવામાં આવશે. શહાદતની રાત્રીએ સાંજનાં ૫-૦૦ કલાક થી બીજા દિવસની સવારનાં ૨-૦૦ વાગ્‍યા  સમય દરમ્‍યાન સરઘસ  ફેરવવાનાં રહેશે. તાજીયા દરમ્‍યાન દફન અને ઠંડા કરવાનાં દિવસે બપોરનાં ૨-૩૦ થી બીજા દિવસનાં સવારનાં ૬-૦૦ કલાક સુધીમાં સરઘસ અને તાજીયાની પ્રક્રીયા પુરી કરવાની રહેશે. આ હુકમનો ચુસ્‍તપણે અમલ કરવાનો રહેશે.

રસ્‍તા ઉપર તાજીયા અગર મંડળી વિગેરેની લાંબા સમય સુધી એક રસ્‍તા ઉપર રાખવા દેવા માટે કે થોભવા દેવામાં આવશે નહીં. સ્‍થળ ઉપર હાજર રહેલા પોલીસ અધિકારીશ્રીઓના હુકમને આધિન રહી વધુમાં વધુ પાંચ મિનીટમાં તાજીયા અગર તેની ડોળી મંડળને ચોકારીને આગળ વધવું પડશે.

        પરાપૂર્વથી ચાલતાં આવેલ અને પરવાનગીમાં બતાવ્‍યા ક્રમ પ્રમાણે તાજીયા સાર્વનજિક રસ્‍તા ઉપર એક પછી એક લઇ જવા પોલીસ ઇન્‍સ્‍પેકટર અને પોલીસ સબ ઇન્‍સ્‍પેકટર દ્વારા દર સાલનાં આધારે આપેલ અનુક્રમ નંબર એક પછી એક લાઇનમાં ચલાવવા અને જયારે સામસામા તાજીયા આવે ત્‍યાર પછી દરેક તાજીયા અગર મંડળીઓ તેમની ડાબી બાજુએ રહીને સામેથી આવનાર તાજીયાને રસ્‍તો આપવો, ગાડી અગર ઘોડા ઉપર સવાર તથા માણસ મળે તો તાજીયા સામે જનાર શખ્‍સોએ તે વાજિંત્ર બંધ કરી ડાબી બાજુએથી તાજીયા વગેરે લઇને આગળ વધવું અને તાજીયા એક એક પાછળ બીજો આવે તે રીતે પોતાની ગલી આવતી હોય તે ગલીના નાકે થોભવું અને જયારે પોતાનો નંબર આવે ત્‍યાર પછી પાછળ દાખલ થવું.

કોઇપણ શખ્‍સે તલવાર, ખંજર, સોટી,લાકડી, કે કોઇપણ પ્રકારના હથીયાર લઇને ફરવું નહીં. રમતગમત માટે જે શખ્‍સોએ પરવાનગી મેળવેલ હશે તે રમતના સધળા સાધનો પોલીસ દેખરેખ નીચે લઇ જવા દેવામાં આવશે. મહોરમમાં ભાગ લેનાર શખ્‍સોએ બીજા કોમના સ્‍વાંગ, વેષો કાઢવા નહીં ઈતર કોમનાં ધર્મની લાગણી દુભાય દુશ્‍મનાવટ ઉભી થાય અગર તો સુલેહશાતીનો ભંગ થાય તેવા કૃત્‍યો કરવા નહીં આ જાહેરનામુ તા. તાત્કાીક અસર થી તા. ૩૦ જુલાઈ સુધી અમલમાં રહેશે. આ જાહેરનામું પોલીસખાતાનાં સભ્યો, હોમગાર્ડનાં સભ્યો તથા જેઓને ફરજની રૂએ હથીયાર ધારણ કરવાનું હોય તેને લાગુ પડશે નહી. જાહેરનામાનો ઉલ્‍લંધન કરનાર વ્‍યકિત સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *