રાજકોટ જીલ્લા ની સૌથી મોટી ગ્રામ પંચાયત જામકંડોરણા માં આવેલી છે. છેલ્લા કેટલાક દિવસોથી તલાટી મંત્રી વગર લોકો ના કામો અટવાઈ રહ્યા છે. જામકંડોરણા ના લોકો માં એવો પણ ગણગણાટ જોવા મળી રહ્યો છે કે પૈસા વાળા અને વગ ધરાવતા વ્યક્તિ ના કામો તો ધડાધડ થઈ રહ્યા છે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો હાલાકી નો જામકંડોરણા ગ્રામપંચાયત માં તલાટી મંત્રી વગર હેરાન પરેશાન થઈ રહ્યા છે વિવિધ કામ માટે અરજદારો જામકંડોરણા ની ગ્રામપંચાયત ની મુલાકાત કરતાં હોય છે ગ્રામજનો દ્રારા એવું ચર્ચા રહ્યું છે કે જામકંડોરણા ની ગ્રામપંચાયત ગમે ત્યારે જાવ તલાટી મંત્રી હાજર હોતા જ નથી જામકંડોરણા ની પંદર હજાર થી વધુ વસ્તી ધરાવતી ગ્રામપંચાયત તલાટી મંત્રી માટે સરકાર દ્વારા રહેવા માટે મકાન પણ ઉપલબ્ધ છે છતાંય રામ જાણે મંત્રી ને જામકંડોરણા માં રહેવા માટે શું તકલીફ પડતી હશે. આ આધુનિક યુગમાં સરકાર શ્રી દ્વારા પંચાયત ઘર ટેલીફોન સુવિધા ઉપલબ્ધ કરી છે જો કે આ સુવિધા બીલ ભર્યા વગર ના ટેલીફોન શોભા ના ગઠીયા સમાન થયું છે. અને આવી જ પરિસ્થિતિ જામકંડોરણા ના તાલુકા પંચાયત ની છે ત્યાં પણ સરકાર દ્વારા ૦૨૮૨૪૨૭૧૩૨૪ નંબર નો ટેલીફોન આપ્યો છે. જામકંડોરણા ભોળી અને નીર્દોષ પ્રજા આ નંબર પર ફોન કરે છે. પરંતુ ફોન રીસવ કરવામાં ક્યારેય આવતો નથી. લોકો ના કાળી મજૂરી કરી ને ભરેલાં ટેક્સ ના પૈસે તાકડધિન્ના કરતા અધિકારી ઓએ થોડીક તો શેહશરમ રાખે તો જામકંડોરણા પ્રજા ને આ ધર્મ ધક્કા નો અંત આવે સરકારી ચોપડે તો જામકંડોરણા વિકાસ હરણફાળ ભરી રહ્યો છે . હવે આ ગાંડો વિકાસ કોનો થાય છે તે તો મારો રામ જાણે પણ જામકંડોરણાને ગ્રામજનો જામકંડોરણા ની ગ્રામપંચાયત કાયમી ધોરણે રહે તેવો તલાટી મંત્રી મળી જાય ગંગા નાહ્યા જેટલું પુન્ય ગણાય તેવી ચર્ચાની ટેલીફોનીક રજુઆતો મળી રહી છે.
અહેવાલ અતુલ લશ્કરી જામકંડોરણા


