કુલ ૦૮ પ્રશ્નોની રજૂઆત સાંભળી સંલગ્ન અધિકારીને નિશ્ચિત સમયગાળામાં
નિરાકરણ લાવવા સૂચના આપતા કલેક્ટર કે. એલ. બચાણી
***
કલેક્ટરે કન્જકટીવાઈટીસ રોગ તાલુકામાં વધુ ન ફેલાય તેના માટે તાલુકામાં આરોગ્ય વિભાગને તકેદારી રાખવાની સુચના આપી
***
ખેડા જિલ્લા કલેકટર કે. એલ. બચાણીના અધ્યક્ષસ્થાને વસો ખાતે તાલુકા લોક ફરિયાદ નિવારણ – તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં તાલુકાના વિવિધ અરજદારો દ્વારા કુલ ૦૮ પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી.
જિલ્લા કલેક્ટર કે. એલ. બચાણીએ ઉપસ્થિત તમામ અરજદારોના પ્રશ્નો સાંભળી સંબધિત અધિકારી દ્વારા આ પ્રશ્નોના અનુસંધાને કરવામાં આવેલી કામગીરીની રજૂઆત સાંભળી હતી અને પ્રશ્નોના ઉચિત નિકાલ માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
તાલુકા લોક ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં દબાણ દૂર કરવા, કાંસની સફાઇને લગતા પ્રશ્નો, આંગણવાડી કીટ, જમીન સંપાદનના પ્રશ્નો, પશુ દવાખાના, એમ.જી.વી.સી.એલને લગતા પ્રશ્નો મળી કુલ-૦૮ પ્રશ્નોની રજૂઆત સાંભળી ઉચિત કાર્યવાહી કરી સમયસર આ ફરિયાદોનો નિકાલ લાવવા કલેક્ટર શ્રી બચાણી દ્વારા સૂચનો કરવામાં આવ્યાં હતા.
સાથોસાથ કન્જકટીવાઈટીસ તાલુકામાં ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગને કલેકટરશ્રી દ્વારા સુચનાઓ આપવામાં આવી હતી.
આ સ્વાગત કાર્યક્રમમાં વસો મામલતદાર શ્રી જે.પી.ઝાલા, તાલુકાના અધિકારીઓ અને કર્મચારીઓ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.


