West Bengal

ભાજપ એક શક્તિશાળી પક્ષ બની રહેશે ઃ પ્રશાંત કિશોર

કોલકાતા
આ વર્ષના આરંભે બંગાળમાં યોજાઇ ગયેલી વિધાનસભાની ચૂંટણીમાં મમતા બેનરજીના ટીએમસી પક્ષને પ્રચંડ બહુમતી સાથે વિજેતા બનાવવામાં પ્રશાંત કિશરે ખુબ મદદ કરી હતી ને ત્યારે તેમનુ કદ પણ વધી ગયું હતું. કિશોરે કોંગ્રેસ અંગે કહ્યું હતું કે રાહુલ ગાંધી એવા ભ્રમમાં હતા કે મોદી યુગનો અંત એ ફક્ત સમયનો પ્રશ્ન છે. જાે કે તેમણે તો ભારપૂર્વક એ કહ્યું હતું કે આગામી દાયકાઓ સુદી ભાજપ કેન્દ્રમાં સત્તાસ્થાને જ રહેશે, ચાહે તેની જીત તાય કે તેની હાર. દેશ જ્યારે આઝાદ થયો ત્યારે આરંભના ૪૦ વર્ષ કોંગ્રેસ જેમ કેન્દ્રમાં સત્તામા હતી બરાબર આ એવી જ બાબત છે એમ કિશોરે ઉમેર્યું હતું.ભાજપ ક્યાંય જવાનો નથી, કેમ કે જાે તમે રાષ્ટ્રીય સ્તરે ૩૦ ટકા મત ્‌કે કરી લો તો તમારે ક્યાંય જવાની જરૂર પડતી નથી. તેમણે કહ્યું હતું કે એવા કોઇ ભ્રમમાં રહેવાની જરૂર નથી કે લોકો નિરાસ ને નારાજ થઇ ગયા છે અને મોદીને સત્તામાંથી ફેંકી દેશે. વાસ્તવમાં સમસ્યા રાહુલ ગાંધીની છે, કેમ કે તેમને કદાચ એમ લાગી રહ્યું છે કે બસ હવે ફક્ત થોડા સમયની જ વાત છે, લોકો મોદીને સત્તામાંથી ઉખેડીને ફેંકી દેશે, જાે કે તેમ થઇ રહયું નથી.ચૂંટણી અંગેની વ્યૂહરચના તૈયાર કરવામાં માહિર અને નિષ્ણાત ગણાતા પ્રશાંત કિશોરે તેમની ગોવાની યાત્રા દરમ્યાન ભાજપ અંગે ભવિષ્યવાણી કરીને દેશના રાજકારણમાં ફરીથી ગરમાવો લાવી દીધો હતો. ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નહી સમજવા બાબતે કિશોરે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને અનેક કટુવચનો પણ સંભળાવ્યા હતા. તેમણે કહ્યું હતુ કે સઆવનારા અનેક દાયકા સુધી ભારતના રાજકારણમાં ભાજપ એક શક્તિશાળી પક્ષ બની રહેશે. ભાજપને હરાવવા તેના હરિફ પક્ષોને દાયકાઓ સુધી લડતા રહેવું પડશે એમ કિશોરે ઉમેર્યું હતું. પોલ કન્સલ્ટન્સી કંપની ઇન્ડિયન પોલિટિક્સ એક્શન કમિટિ (આઇપેક)ના સીઇઓ કિશોરે રાહુલ ગાંધી ઉપર સીધો પ્રહાર કરતાં કહ્યું હતું કે તેમણે નરેન્દ્ર મોદીને સત્તામાંથી દૂર કરવાના ભ્રમમાં રહેવું જાેઇએ નહીં. મોદી યુગનો અંત લાવવા રાહ જાેવી એ રાહુલ ગાંધીની મોટી ભૂલ હશે એમ તેમણે ઉમેર્યુ હતુ. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી ગુરૂવારે ચૂંટણી પ્રચાર માટે ગોવા જઇ રહ્યા છે એવા સમયે જ પ્રશાંત કિશોરે આ મુજબનું નિવેદન કર્યું હતુ ંજે ઘણુ સૂચક છે. પ્રશાંત કિશોર પોતે પણ હાલ ગોવામાં જ છેે.

Prashant-Kishor.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *