Gujarat

રાજકોટમાં ૨૭ જુલાઈના રોજ વડાપ્રધાનના હસ્તે KKV ઓવરબ્રિજનું લોકાર્પણ

ગાંધીનગર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલથી ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. ત્યારે રાજકોટને ઁસ્ મોદીના હસ્તે વધુ એક ભેટ મળવાની છે. ૨૭ જુલાઈના રોજ વડાપ્રધાનના હસ્તે દ્ભદ્ભફ ઓવરબ્રિજનું લોકાર્પણ થશે. ૧૨૯ કરોડના ખર્ચે આ બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે. દ્ભદ્ભફ ઓવરબ્રિજના લોકાર્પણથી રાજકોટવાસીઓને ટ્રાફિકજામથી રાહત મળશે. રાજકોટના સૌથી વ્યસ્ત ગણાતા કાલાવડ રોડ પર આ બ્રિજ તૈયાર થયો છે. બ્રિજની વિશેષતાની વાત કરીએ તો દ્ભદ્ભફ ચોક પર મલ્ટીલેવલ બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે. વર્તમાન બ્રિજ ઉપર નવો બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે. બ્રિજની કુલ ઉંચાઈ ૧૫ મીટર છે. જમીનથી બ્રિજનો સેન્ટ્રલ સ્પાન ૫૦ ફૂટ ઉંચો છે. સેન્ટર સ્પાનમાં ૪૫ મીટરનો સ્ટીલ ગર્ડર છે. બ્રિજની બંને બાજુ સર્વિસ રોડની સુવિધા છે. બ્રિજની નીચે ૭૫૦૦ ચોરસમીટરનું પાર્કિંગ પણ છે. ફૂટપાથની વ્યવસ્થા સાથે સ્ટ્રોમ વૉટર લાઈનની વ્યવસ્થા પણ કરાઈ છે.

File-02-Page-02.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *