Gujarat

કિંગ જ્યોર્જ પંચમ છાપ સોનાનાં સિક્કાની ચોરી, ૪ પોલીસ કર્મીઓ સામે ફરીયાદ

બનાસકાંઠા
નવસારીના બિલિમોરામાં જૂનુ મકાન ઉતારવા માટે શ્રમિકોને બોલાવવામાં આવ્યા હતા. જ્યાં મકાન માલિકની ગેરહાજરીમાં મકાન ઉતારવાની કામગીરી દરમિયાન જૂના મકાનને તોડીને તોડવા દરમિયાન ઘરમાં દાટેલ સોનાના સિક્કા મળી આવ્યા હતા. આ સિક્કાઓ ચાર જેટલા શ્રમિકોને હાથ લાગ્યા હતા. જેઓએ કંઈ પણ બોલ્યા ચાલ્યા વિના પોતાની પાસે સંતાડી દીધુ હતુ. ઝડપથી મકાન ઉતારવાનુ કામ પુરુ કરીને શ્રમિકો પોતાના વતન મધ્યપ્રદેશ જતા રહ્યા હતા. શ્રમિકો પોતાની સાથે સોનાના સિક્કાઓ પણ લઈ જઈને વતનમાં સંતાડી દીધા હતા. પરંતુ કહાનીમાં અહીં અલગ જ ટર્ન આવ્યો હતો. શ્રમિકોએ સોનાને સંતાડીને મધ્યપ્રદેશ વતન તો લઈ ગયા પરંતુ આ વાત ત્યા જઈને ધીરે ધીરે ગામમાં ફેલાવા લાગી હતી. જેને લઈ આ શ્રમિકો સોનાના સિક્કાઓને ગુજરાતથી મધ્યપ્રદેશ લઈ આવ્યા બાદ પણ પોતાના નસીબમાં રહ્યા નહોતા. શ્રમિકોએ ગત જાન્યુઆરી માસ દરમિયાન બિલિમોરામાં ૧૦ દિવસ કામ કરીને મકાન ઉતાર્યુ હતુ. જેના બાદ તેઓ સિક્કા લઈને ચારેય શ્રમિકો પરત ફર્યા હતા. મીડિયા રિપોર્ટ્‌સ મુજબ બિલિમોરા શહેરમાં આવેલા બંદર રોડ પર આવેલ મકાનને ગત જાન્યુઆરી માસ દરમિયાન તોડવાનુ કામ શરુ કરવામાં આવ્યુ હતુ. વારસામાં મળેલ મકાનને વર્તમાન પેઢીના સંતાનોએ તેને તોડવા માટેની કાર્યવાહી શરુ કરવામાં આવી હતી. આ માટે વલસાડના કોન્ટ્રાકટરને આ કામ સોંપવામાં આવ્યુ હતુ, જેણે મધ્યપ્રદેશના શ્રમિકો મારફતે આ મકાન તોડવાનુ કામ શરુ કર્યુ હતુ. દિવાલને તોડવામાં આવી રહી હતી. એ દરમિયાન જ સોનાના સિક્કાઓ મળી આવ્યા હતા. દિવાલમાંથી લગભગ ૧૯૨૨ જેટલા સિક્કાઓ એક થેલીમાં ભરેલા હતા. સોનાના સિક્કા જાેઈને આશ્ચર્યમાં મુકાયેલા શ્રમિકોએ કોઈને પણ આ વાતની જાણ કર્યા વિના પોતાની સાથે સંતાડી દીધા હતા. મકાન તોડવાનુ કામ પૂર્ણ થતા જ ચાર શ્રમિકો દિનશા, રાજુ, બજરી અને રામકુ ભાયડિયાએ વતન અલીરાજપુરની વાટ પકડી લીધી હતી. જ્યાં બૈજડા ગામમાં જઈને રામકુ ભાયડિયાના ઘરમાં સિક્કાને જમીનમાં દાટીને સંતાડી દેવામાં આવ્યા હતા. બૈજડા ગામમાં ધીરે ધીરે એ વાતની ગંધ પ્રસરવા લાગી હતી કે, સોનાના સિક્કા આ પરીવાર પાસે આવ્યા છે. જેને લઈ આ વાત સ્થાનિક પોલીસના કેટલાક કર્મચારીઓ પાસે પહોંચી હતી. જેને લઈ ચાર પોલીસ કર્મચારીઓએ ગામમાં જઈને વાત મુજબ રામકુ ભાયડિયાના ઘરનુ સર્ચ કર્યુ હતુ. જેમાંથી સોનાના સિક્કા મળી આવ્યા હતા. જાેકે પોલીસ કર્મીઓએ પોલીસ સ્ટેશનમાં દારુની તપાસમાં ગયા હોવાનુ રેકર્ડ પર નોંધ્યુ હતુ અને નીલ રિપોર્ટ રજૂ કર્યો હતો. જાેકે ચાર પોલીસ કર્મીઓએ આ સોનાના સિક્કાને જપ્ત કરી લેવાનુ કહીને પોતાની સાથે લઈ ગયા હતા. ઉચ્ચ અધિકારીઓને ધ્યાને આ વાત આવતા જ પોલીસે હવે ગત શુક્રવાર, ૨૧ જુલાઈએ ઘટના અંગે ફરિયાદ નોંધી છે. જેમાં ચારેય પોલીસ કર્મચારીઓને આરોપી તરીકે દર્શાવાયા છે. અલીરાજપુરના સેંધવા પોલીસ સ્ટેશન મથકના ઈન્ચાર્જ વિજય દાવડા તેમજ ત્રણ કોન્સ્ટેબલ સુરેશ ચૌહાણ. રાકેશ દાવર અને વિજેન્દ્ર્‌ સિંહની સામે ગુનો નોંધવામાં આવ્યો છે. તેઓએ ૨૪૦ સોનાના સિક્કા પડાવી લીધા હોવાની ફરીયાદ નોંધાઈ છે. આ ઘટનાને લઈ અલીરાજપુર પોલીસની ટીમ તપાસ માટે બિલિમોરા પણ પહોંચી હતી. જાેકે જ્યાંથી સિક્કા ચોરી થયા હતા એ અંગે હજુ સ્થાનિક પોલીસ મથકે ફરીયાદ નોંધવા આગળ આવ્યુ નથી. અલીરાજ પુર પોલીસ દ્વારા સિક્કાની કિંમત ૪૪૦૦૦ હોવાનુ બતાવ્યુ છે. મીડિયા રિપોર્ટ્‌સમાં બતાવ્યુ હતુ કે, એસપીએ વાતચીત દરમિયાન કહ્યુ હતુ કે, એક સિક્કાનુ વજન ૮ ગ્રામની આસપાસ છે અને જેની કિંમત ૪૪૦૦૦ જેટલી અંદાજવામાં આવી છે. શ્રમિકોએ જ સિક્કાના અંગે જાણકારી મેળવવા માટે સ્થાનિક સોનીને તે બતાવીને તેનુ વજન અને કિંમત નિકાળી હતી. આ સિક્કા રાજા જ્યોર્જ પંચમની છાપ ધરાવે છે. જાેકે જૂના અને કિંગ જ્યોર્જ પંચમ છાપ સિક્કા હોવાને લઈ તેની કિંમત ૩ લાખની આસપાસ હોવાનુ પણ માનવામાં આવે છે. પોલીસે એક સિક્કો જપ્ત કર્યો છે અને બાકીના સિક્કાઓને રીકવર કરવા માટે પોલીસ કર્મીઓ અને શ્રમિકોને ઝડપવા માટે કાર્યવાહી શરુ કરી છે.

File-02-Page-04.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *