અમદાવાદ
અમદાવાદ પોલીસને એક સંદેશો મળ્યો કે એક આધેડ પુરુષની દફનવિધીની તૈયારીઓ કરવામાં આવી રહી છે. વિગતમાં પોલીસને એ પણ જણાવ્યુ કે, જેની દફનવિધિ કરવા માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે એ પુરુષનુ મોત કુદરતી નથી. આધેડનુ મોત માર મારતા નિચે પટકાઈ જવાને લઈ થયુ હોવાની જાણકારી મળી હતી. જેને લઈ પોલીસની ટીમ સંદેશા મુજબના સ્થળે પહોંચીને તપાસ શરુ કરી હતી, જ્યાં પોલીસે સ્થળ પર માહોલ જાેતા જ પોલીસ પરિસ્થિતિ પામી ગઈ હતી. ઘટનાને પગલે વેજલપુર પોલીસ મથકે ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી હતી. ઘટના અંગે પોલીસ મથકે મૃતક યુસુફભાઈ ખોખરના ભાઈએ ફરિયાદ નોંધીને તપાસ શરુ કરી હતી. પોલીસે ઘટનામાં ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરી છે. જુહાપુરા વિસ્તારમાં ફતેવાડી કેનાલ પાછળ આવેલી એવન સોસાયટીમાં આવેલ એક ઘરમાં યુવકનો મૃતદેહ રાખવામાં આવેલો હતો. આ મૃતદેહને દફનવિધિ કરવા માટેની તૈયારી આરંભાઈ ગઈ હતી અને પોલીસની ટીમ ઘરે પર પહોંચી હતી. પોલીસે પ્રાથમિક પૂછપરછ હાથ ધરતા તેમાં જાણવા મળ્યુ હતુ કે, મૃતકની પત્નિ અને બે પુત્રો સાથે મળીને યુસુફભાઈને માર મારવામાં આવ્યો હતો. પગના ભાગે માર મારવા દરમિયાન યુસુફભાઈ નિચે પટકાયા હતા અને માથાના ભાગે ઈજા પહોંચી હતી. માથામાં ગંભીર ઈજાઓ થવાને લઈ તેનુ મોત નિપજ્યુ હતુ. મોત થવાને લઈ મૃતકના પુત્રો અને પત્નિએ તુરત જ લાશનો નિકાલ કરવા માટે થઈને પ્રયાસ શરુ કર્યો હતો. ત્રણેય જણાએ માર માર્યો હોઈ ત્રણેય જણાએ મળીને યુસુફભાઈનુ મોત નિપજ્યુ હોવાનુ સગાઓ જાણકારી કરીને તેમને દફનવિધિ કરવાની તૈયારીઓ કરી દીધી હતી. જાેકે મૃતકના ભાઈને શંકા જતા તેઓએ આ અંગે પોલીસને ખબર આપી હતી. જેને લઈ પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી. માતા અને તેના બે પુત્રોની વેજલપુર પોલીસે ધરપકડ કરી છે. યુસુફભાઈ કોઈ કામ ધંધો નહીં કરીને માત્ર દારુ પીને પરિવારમાં ઝઘડાઓ કરવાને લઈ તેમને માર માર્યો હતો. મોત નિપજતા લાશને પુત્રીના ઘરે લઈ જવાઈ હતી. જ્યાં પહોંચીને દફનવિધિ કરવા માટે તૈયારીઓ આરંભાઈ હતી. જે વખતે તેમના ભાઈને શંકા જતા પોલીસને જાણ કરી હતી.
