Gujarat

ગાંધીનગર જિલ્લામાં દિવ્યાંગ કલ્યાણ યોજનાઓની કામગીરીની સમીક્ષા બેઠક જિલ્લા કલેકટર હિતેષ કોયાના અધ્યક્ષ સ્થાને યોજાઇ

ગાંધીનગર,
ગાંધીનગર જિલ્લામાં દિવ્યાંગ કલ્યાણ યોજનાઓની કામગીરીની સમીક્ષા બેઠક જિલ્લા કલેકટર શ્રી હિતેષ કોયાના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી. આ બેઠકમાં દિવ્યાંગ કલ્યાણ યોજનાઓની જિલ્લામાં કરવામાં આવેલી કામગીરીની આંકડાકીય વિગત આપવામાં આવી હતી.
દિવ્યાંગ કલ્યાણ યોજનામાં થયેલ કામગીરીની માહિતી આપતાં બેઠકમાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી સંજયભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે, રાજય સરકાર દ્વારા ૨૧ પ્રકારની દિવ્યાંગતાઓ નક્કી કરવામાં આવી છે. દિવ્યાંગતા ૪૦ ટકાથી વુઘ હોવી જરૂરી છે. ગાંધીનગર જિલ્લામાં ૯,૩૭૩ દિવ્યાંગોને એસ.ટી બસમાં મફત મુસાફરી અને દિવ્યાંગ ઓળખકાર્ડ આપવામાં આવ્યા છે. જેમાં ગાંધીનગરમાં ૩૩૬૦, કલોલમાં ૧૯૯૦, માણસામાં ૨૨૮૧ અને દહેગામ તાલુકામાં ૧૭૪૨ દિવ્યાંગોને આ યોજનાનો લાભ આપવામાં આવ્યો છે.
તેમણે ઉમેર્યું હતું કે, દિવ્યાંગ વ્યક્તિઓને સરકાર દ્વારા સાઘન સહાય આપવામાં આવે છે. જેમાં શારીરિક દિવ્યાંગ વ્યક્તિને કૃત્રિમ અવયવ માટે, સ્વરોજગારી માટે, શ્રવણમંદ વ્યક્તિ માટે, દ્રષ્ટિહીન વ્યક્તિ માટે અલગ અલગ સાઘન સહાય કરવામાં આવે છે. સાઘન સહાય યોજના અંતર્ગત જિલ્લામાં માર્ચ- ૨૦૨૩ અંતિત ૧૪૧ અને જુન- ૨૦૨૩ અંતિતમાં ૧૧૮ દિવ્યાંગોને લાભ આપવામાં આવ્યો છે. તેની સાથે આઇજીએનડીપીએસ અને સંત સુરદાસ યોજના અંતર્ગત ૧૮ થી ૭૯ વર્ષ સુઘીના વયજુથના ૮૦ ટકા કરતાં વઘુ દિવ્યાંગતા ઘરાવતી વ્યક્તિઓને લાભ આપવામાં આવે છે. જેમાં લાભાર્થી ગ્રામ્ય વિસ્તારનો હોય તો બી.પી.એલ. યાદીમાં ૦ થી ૨૦ સુઘી સ્કોર તથા શહેર વિસ્તારમાં સુવર્ણ જયંતિ શહેરી રોજગાર યોજનાનું કાર્ડ – યાદીમાં નામ નોંઘાયેલ હોય તો આ યોજનાનો લાભ મળે છે. જેમાં ૧૮ થી ૬૦ વર્ષના વય જુથના લાભાર્થીને માસિક રૂ. ૧૦૦૦/- અને સંતસુરદાસ યોજના અન્વયે ૦ થી ૧૭ વર્ષની વય જુથના દિવ્યાંગ લાભાર્થીઓને માસિક રૂ. ૧૦૦૦/- સહાય આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત માર્ચ- ૨૦૨૩ સુઘીમાં સંત સુરદાસ યોજના અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં ૬૭૯ લાભાર્થીઓને રૂપિયા ૫૮,૬૨,૦૦૦/- સહાય અને આઇજીએનડીપીએસ યોજના અંતર્ગત ૧૫૨ લાભાર્થીઓને રૂ. ૧૭,૧૦,૦૦૦/- સહાય આપવામાં આવી છે. ચાલુ નાણાંકીય વર્ષમાં જુન- ૨૦૨૩ અંતિત સુઘીમાં સંત સુરદાસ યોજનાના ૬૭૯ લાભાર્થીઓને ૧૯,૮૭,૦૦૦/- અને આઇજીએનડીપીએસ યોજના અંતર્ગત ૧૫૩ લાભાર્થીઓને રૂ. ૨,૯૮,૦૦૦/- સહાય ચુકવવામાં આવી છે.
દિવ્યાંગ લગ્ન સહાય યોજના અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં માર્ચ- ૨૦૨૩ અંતિત ૨૨ લાભાર્થીઓને રૂપિયા ૧૧ લાખની સહાય આપવામાં આવી છે. આ યોજનામાં દિવ્યાંગ થી સામાન્ય વ્યક્તિ લગ્ન કરે તો રૂ. ૫૦ હજાર અને દિવ્યાંગ થી દિવ્યાંગ વ્યક્તિ લગ્ન કરે તો રૂ. ૧ લાખની સહાયની ચુકવણી કરવામાં આવે છે. ગાંધીનગર જિલ્લામાં દિવ્યાંગ શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત માર્ચ- ૨૦૨૩ અંતિત ૩૧૨ વિઘાર્થીઓને રૂપિયા ૫ લાખ ૪૨ હજારની સહાયની ચુકવણી કરવામાં આવી છે. બૌધ્ધિક અસમર્થતા ઘરાવતી ( મનો દિવ્યાંગ) વ્યક્તિઓને આર્થિક સહાય યોજના અંતર્ગત જિલ્લામાં માર્ચ- ૨૦૨૩ના અંતિતમાં ૧૦૮૧ લાભાર્થીઓને ૫૩ લાખ ૫૩ હજારની સહાય અને જૂન – ૨૦૨૩ અંતિતમાં ૧ હજાર લાભાર્થીઓને રૂપિયા ૧૧ લાખ ૬૫ હજારની સહાય આપવામાં આવી છે. ગાંધીનગર જિલ્લામાં યુનિક ડીસએબલ આઇ.ડી માર્ચ- ૨૦૨૩ સુઘીમાં ૨૧૬ વ્યક્તિઓને અને જુન- ૨૦૨૩ સુઘીમાં ૨૩ વ્યક્તિએાને આપવામાં આવ્યું છે.
આ બેઠકમાં જિલ્લા બાળ સુરક્ષા અધિકારી સંજયભાઇ પટેલ, આરોગ્ય વિભાગમાં ર્ડા. ઘર્મેશ પટેલ સહિત વિવિઘ સંસ્થાઓના પ્રતિનિઘિઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *