Gujarat

વંથલી સરકારી કન્યા શાળા માં  પાણી પડતું હોવાની ઉઠી રાવ : શહેર કોંગ્રેસ પ્રમુખે શાળાની લીધી મુલાકાત

સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત રીનોવેશન માટે મંજુર થયેલ રૂપિયા આઠ લાખ જેવી માતબર રકમ ક્યાં વાપરી : શહેર કોંગ્રેસ પ્રમુખ ઈરફાન શાહએ શૈક્ષણિક તંત્રને કર્યો વેધક સવાલ
તાજેતરમાં જુનાગઢ ની જર્જરીત ઇમારત ઘસી પડતા જે ગમખ્વાર ઘટના ઘટી તે સંદર્ભે સમગ્ર જુનાગઢ જિલ્લામાં હાહાકાર છવાઈ ચૂક્યો છે ત્યારે હતાશા અને ડરના માહોલ વચ્ચે વહીવટી તંત્રની પણ આવડત ક્ષતિ થતી હોવાની રાવ અનેક જગ્યાએ ઉઠી છે, ત્યારે આજરોજ વંથલી શહેરની સરકારી કન્યાશાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓની ફરિયાદ સંદર્ભે વંથલી શહેર કોંગ્રેસ પ્રમુખ ઈરફાન શાહે આ શાળાની મુલાકાત લઈ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો,વર્ગ ખંડ માં પાણી પડતું હોય વરસતા વરસાદમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોવાનું અને ઉપરથી પોપડા પડવાનો ભય સતાવતો હોવાનું વિદ્યાથીઓ કાલીઘેલી ભાષામાં શહેર પ્રમુખ ઈરફાન શાહ ને ફરિયાદ કરી હતી જે અન્વયે શિક્ષકો દ્વારા સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત ₹8, 00,000 જેવી રકમ રીનોવેશન અર્થે ફાળવવામાં આવી હોવાનું એકરાર કરી કામ કરાવ્યું હોવા છતાં પાણી પડતું હોવાનો લૂલો બચાવ કરી ઉચ્ચકક્ષાએ લેખિતમાં જાણ કરશું તેમ જણાવ્યું હતું પરંતુ આ માતબર રકમ વાપરી ક્યાં એવો વેધક સવાલ શહેર કોંગ્રેસ પ્રમુખ ઈરફાન શાહ એ કર્યો હતો અને શૈક્ષણિક સંકુલ માં થયેલ ભ્રષ્ટાચાર ના પોપડા ઉખેડવાની તૈયારીઓ આરંભી ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવામાં આવનાર હોવાનું શહેર કોંગ્રેસ પ્રમુખ ઈરફાન શાહે જણાવ્યું હતું
હાલ ભારે વરસાદને કારણે સમગ્ર પંથકમાં ગાજવીજ સાથે વરસાદ ચાલુ હોય વિદ્યાર્થીઓ નાં હિત માં સત્વરે યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી માંગ વિદ્યાર્થીઓ નાં વાલીઓ કરી રહ્યા છે અન્યથા જે કંઈ ઘટના કે દુર્ઘટના સર્જાય તેની તમામ જવાબદારી શૈક્ષણિક તંત્રની રહેશે તેમ રોષ પુર્ણ રીતે જણાવ્યું હતું
તસવીર જયદીપ બરવાડીયા
અહેવાલ જીગ્નેશ પટેલ માણાવદર

IMG-20230727-WA0034.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *