Gujarat

પાલ ગામ સ્થિત શાળા ક્રમાંક 319 માં કારગીલ વિજય દિવસની ઉજવણી નિમિત્તે વીર વંદના કાર્યક્રમ યોજાયો.                

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત ખુશાલભાઈ વનમાળીભાઈ પાલવાળા પ્રાથમિક શાળા નં.319 માં કારગીલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. પ્રાર્થના સંમેલનમાં વિદ્યાર્થીઓએ શહીદોને શ્રદ્ધાંજલિ આપી. ત્યારબાદ કારગીલ વિજય દિન વિશે શાળાનાં સામાજિક વિજ્ઞાનનાં શિક્ષિકા નીમાબેન દારૂવાળાએ વિદ્યાર્થીઓને જાણકારી આપી જણાવ્યું કે સરહદનાં જવાનો આપણી સુરક્ષા માટે ખૂબ જ કષ્ટ વેઠે છે અને એમની આ ચોકસાઈ અને શહાદતને કારણે આપણે સૌ સલામતીથી જીવી શકીએ છીએ એટલે આજનાં દિવસે આપણે સૌએ શહીદોને યાદ કરી વંદન કરીએ.
               વીર વંદના કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓને વીર શહીદોનાં જીવન વિશે માહિતી આપવાનો ઉપક્રમ પણ શાળામાં ચાલે છે. જે સંદર્ભે શાળાનાં મુખ્યશિક્ષક પ્રકાશભાઈ પરમારે પરમવીર ચક્ર વિજેતા શહીદ અબ્દુલ હમીદનાં જીવન અને પરાક્રમ વિશે માહિતી રજૂ કરી વિદ્યાર્થીઓને દેશસેવા અંગે પ્રેરણા પૂરી પાડી હતી.

IMG-20230726-WA0186.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *