આ સંસ્થાની અંદર કેજી થી પીજી સુધીના અભ્યાસક્રમો કાર્યરત છે. ત્યારે સંસ્થામાં ભણતા વિધ્યાર્થીઓ સતત આગળ વધતાં રહે તે હેતુથી સંસ્થાના ચેરમેન મેનેજિંગ ટ્રસ્ટી અને સંસ્થાનો સમગ્ર સ્ટાફ વિધ્યાર્થીઓને સતત માર્ગદર્શન આપતા રહે છે. જે આપ અમારા પરિણામો પરથી કહી શકો છો. જે અંતર્ગત ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા લેવાયેલ એલ એલ. બી. સેમેસ્ટર 4 ની પરીક્ષામાં શ્રી સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ – જોશીપુરા, જૂનાગઢ સંચાલિત શ્રી એચ.એમ.પટેલ મહિલા લૉ કોલેજ – જોશીપૂરા, જૂનાગઢ (ગુજરાતની પ્રથમ એકમાત્ર મહિલા લૉ કોલેજ) ના વિધ્યાર્થીઓ એ ઉત્કૃષ્ટ પરિણામ હાંસલ કર્યું છે. જેમાં કોલેજમાં પ્રથમ સ્થાન પાનસુરિયા ટ્વીંકલ, દ્વિતીય સ્થાન અઘેરા કૃષાલી અને તૃતીય સ્થાન ભારાઈ નિહા અને હુસૈની તનજીલાબાનુ એ પ્રાપ્ત કરી સંસ્થા તેમજ પોતાના માતપિતાનું નામ રોશન કર્યુ હતું.તેમજ સમગ્ર કોલેજ નું પરિણામ 98% રહ્યું હતું. જે બદલ સંસ્થાના ચેરમેન મેનેજિંગ ટ્રસ્ટી શ્રી જે.કે. ઠેસિયા સાહેબ અને તમામ ટ્રસ્ટીશ્રીઓએ તમામ વિધ્યાર્થીઓ અને કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ સુશ્રી હિરલબેન જોશી અને સમગ્ર સ્ટાફ ને અભિનંદન પાઠવ્યા હતા અને સાથે સતત આગળ વધતા રહી ઉત્કૃષ્ટ પરિણામ લાવી અને સંસ્થાનું નામ રોશન કરે તેવા શુભેચ્છા પાઠવેલ હતી.
