Gujarat

અરજદારો અને અધિકારી -કર્મચારીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરાઈ

જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જર્જરીત સરકારી મકાનો તથા કચેરીઓથી કોઈ દુર્ઘટના ન બને ઉપરાંત અરજદારો અને અધિકારી -કર્મચારીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ મકાનો-કચેરીઓની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

    જિલ્લા કલેકટર શ્રી અનિલ કુમાર રાણાવસિયાની અધ્યક્ષતામાં તારીખ ૨૬/૭/૨૦૨૩ એ મળેલી બેઠકમા હાલમાં સરકારી કચેરીઓને ફાળવેલ જગ્યાનો ઓછો ઉપયોગ કરતી ઓફિસો અથવા આ ઓફિસમાં ખાલી જગ્યાઓ તપાસવા માટે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ જરૂરી કાર્યવાહી હાથ ધરવા માટે જણાવ્યું હતું.

     જર્જરિત સરકારી કચેરીઓની વૈકલ્પિક વ્યવસ્થાઓ માટે

 સંબંધિત વિભાગના અધિકારી માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ સાથે સંકલન કરશે અને ઉપલબ્ધ જગ્યાઓ તપાસશે.

    આમ, તપાસના અંતે જો કોઈ જગ્યા ઉપલબ્ધ ન હોય તો માર્ગ અને મકાન વિભાગ ભાડું નક્કી કરશે અને સરકારી કચેરીઓને સુરક્ષિત જગ્યાએ સ્થળાંતરિત કરવામાં આવશે.

     આમ, જિલ્લા કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયા દ્વારા  સરકારી કચેરીઓની મુલાકાત લેતા અરજદારો તથા અધિકારીઓ-કર્મચારીઓ અને જાહેર જનતાની સુરક્ષા માટે જરૂરી હુકમો જારી કરવામાં આવશે. જિલ્લા વહીવટી તંત્ર ટોચની પ્રાથમિકતા સાથે આ બાબતે જરૂરી કાર્યવાહી કરી રહ્યું છે.

    જિલ્લા કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયાએ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ અને જર્જરિત સરકારી કચેરીના વડાઓને દુર્ઘટના ન ઘટે અને સુરક્ષાના ભાગરૂપે વૈકલ્પિક વ્યવસ્થાઓ કરવા માટે જણાવ્યું છે. ઉપરાંત સરકારી કચેરીઓને વૈકલ્પિક રીતે બેસવાની વ્યવસ્થા માટે ખાનગી મકાનમાં જરૂરિયાત મુજબ અને સરકારશ્રીના ધારા ધોરણ મુજબ ભાડેથી રાખવા પણ જણાવ્યું હતું. વધુમાં અન્ય સરકારી ખાલી બિલ્ડિંગમાં પણ સરકારી કચેરીઓને સ્થળાંતરિત કરવા માટે જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.

   હાલ ચોમાસાની ઋતુમાં અતિભારે વરસાદને પગલે જર્જરિત મકાનો- સરકારી કચેરીઓમાં કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે અગમચેતીના ભાગરૂપે જરૂરી તમામ પગલાં તંત્ર દ્વારા લેવામાં આવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *