Gujarat

૧૦  થી ૧૭ વર્ષની ઉમર ધરાવતા બાળકો તા. ૫ ઓગષ્ટ  સુધીમાં અરજી કરવી  

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ,ડિ.એસ.ટી. ગુજરાત સરકાર , જિલ્લા શિક્ષણાધિકારી ની કચેરી ,પ્રાથમીક જિલ્લા શિક્ષણાધિકારી ની કચેરી જૂનાગઢ તથા બ્રહ્મચારી ભગવતી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી બ્રહ્માનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર જૂનાગઢ સંયુક્ત દ્વારા રાષ્ટ્રીય બાલ વિજ્ઞાન પરિષદ ૨૦૨૩ નું આયોજન કરવા માં આવેલ છે. જે ભારત સરકાર ના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાયલ અંતર્ગત સમગ્ર ભારત માં છેલ્લા ૩૧ વર્ષ થી આ કાર્યક્રમ અમલમાં મુકવામાં આવેલ છે. આ પ્રોજેક્ટ થીમ બેઇઝ હોવાથી આ વર્ષની મુખ્ય થીમ આરોગ્ય અને સુખાકારી માટે ઇકોસિસ્ટમ ની સમજણ રાખવામાં આવેલ છે. આ પ્રોજેક્ટ માં બાળકો વધુ ને વધુ ભાગ લે તેવા હેતુ થી બાળકોને વિજ્ઞાન વિષે ની વિશેષ માહિતી એકઠી કરી પોતાની આસપાસ માં ઉદભવતી સમસ્યાઓ નું જ્ઞાન મેળવે અને રૂઢીગત જ્ઞાનતંત્ર સુધારવા તથા જ્ઞાન માં વધારો કરવા આ પ્રોજેક્ટ કરવા માં આવે છે.

  શિક્ષકો તથા વાલીઓ પણ પોતાના બાળકો ને ગાઈડ કરી આ પ્રોજેક્ટ સંશોધન કરાવી શકે છે. જેમા બાળકોની ઉમર ૧૦  થી ૧૭ વર્ષ હોઈ તે આ પ્રોજેક્ટ માં જોડાઈ શકે છે. આ સ્પર્ધા સપ્ટેમ્બર માસમાં  અથવા ઓક્ટોબર માં જિલ્લા માં યોજાશે.

આ સ્પર્ધામાં ત્રણ તબક્કા માં યોજાશે આ પ્રોજેક્ટ નું મહત્વ સમજી આપના બાળકો,વિદ્યાર્થીઓ ને પ્રોત્સાહિત કરી સારા ભવિષ્ય તરફ લઈ જશે તેવા હેતુ થી સરકારશ્રી દ્વારા આ પ્રોજેક્ટ મુકવામાં આવેલ છે અને હાલ તેનું રજીસ્ટ્રેશન શરૂ કરવા માં આવેલ છે. જેની છેલ્લી તા.૫ ઓગષ્ટ છે જેની લીંક https://forms.gle/j6ZtUgNgAUgL5vFU8

આ પ્રોગ્રામમાં જૂનાગઢ તથા જૂનાગઢ જિલ્લા માંથી વધુને વધુ વિદ્યાર્થીઓ જોડાઈ તેવી આશાઓ રાખવા માં આવેલ છે  તેવી લોક વિજ્ઞાન કેન્દ્ર ના કોઓર્ડીનેટર પ્રતાપસિંહ ઓરા એ અખબારી યાદી માં જણાવેલ છે .વધુ માહિતી માટે શ્રી બ્રહ્માનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર ,વંથલી રોડ,બીલનાથ મંદિર પાસે જૂનાગઢ નો સંપર્ક કરવો જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *