Gujarat

સાવરકુંડલાના સ્વ. ધીરૂભાઈ રૂપારેલ ધીરૂબાપાના હુલામણા નામથી ઓળખાતા સ્વ. લલ્લુભાઈ શેઠનાં જીવનમૂલ્યોનાં સિધ્ધાંતો પર ચાલીને સાવરકુંડલાની અનેક સંસ્થાઓને માર્ગદર્શન આપેલ. એવાં ધીરૂબાપાની વિદાયને એક વર્ષ પૂર્ણ થતાં એમની આ મૃત્યુ તિથી નિમિત્તે અહીં આશ્રમ શાળાના બાળકોને ભરપેટ ભોજન કરાવવામાં આવ્યું. 

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
હ્રદયના ભાવથી  પિત્રૃ-તર્પણ
જોતજોતામાં  શ્રી ધીરજલાલ પોપટલાલ રૂપારેલ આપણાં સૌના ધીરુબાપાની વિદાયને એક વરસ થઇ ગયું, કુટુંબના સૌને તો એમની ગેરહાજરી સાલતી હોય, પણ સાવરકુંડલાના શિલ્પી એવા વંદનીય શ્રી લલ્લુભાઈ શેઠના પગલે છેલ્લા ૬૦ વર્ષથી પણ વધું સમયથી ચાલતાં રહીને શેઠ બાપાની તમામ સંસ્થાઓ જેવી કે, મહાત્મા ગાંધી ધર્મશાળા, સાવરકુંડલા ગૌશાળા, ગોવર્ધનનાથજીની હવેલી,નૂતન કેળવણી મંડળ, સાર્વજનિક દવાખાનાઓના સંચાલનમાં અને તેને ઉત્કૃષ્ટ સ્થાને પહોંચાડવામાં જેમનું શ્રેષ્ઠ યોગદાન રહ્યું તેવા ધીરુબાપાને આજે પણ તેમના અનુગામીઓ ભાવપૂર્વક યાદ કરે છે,તેમના સંતાનોમાં શ્રી અનિલભાઈ રૂપારેલ તેમના પગલે ચાલી સાવરકુંડલાની તમામ સંસ્થાઓ સાથે જોડાયેલા રહ્યા છે તેમની સૂઝબૂઝથી, નિપૂણતાથી અને કોઠાસૂઝથી રાજકીય આગેવાનો, અધિકારીઓ, સમાજના આગેવાનોને વિશ્વાસમાં લઇ શહેરની સંસ્થાઓની સમસ્યાઓનું નિરાકરણ કરવામાં માહીર રહ્યાં છે.નૂતન કેળવણી મંડળ સંચાલિત આશ્રમશાળાના બાળકોને આજે ભરપેટ મિષ્ટાન જમાડી ધીરુબાપાના આત્માને તૂષ્ટી આપી છે.પ્રમુખ સહિત તમામ ટ્રસ્ટીગણ આવી ઉદ્દાત ભાવનાની નોંધ લઇ શ્રી અનિલભાઈને બીરદાવે છે

IMG-20230727-WA0026.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *