બોરસદ તાલુકાના બોચાસણ ગામે આવેલ દૂધની ડેરી ખાતે તા.27મી જુલાઈના રોજ આશાદીપ માનવ વિકાસ કેન્દ્ર વિદ્યાનગર તથા ટ્રુ વિઝન ઓપ્ટિકલ આણંદના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક નેત્ર નિદાન તથા ચશ્મા શિબિર યોજાયો હતો જેમાં 244 લોકોએ આંખોની ચકાસણી કરાવી હતી. ડૉ. ફરહાને ઉપસ્થિત તમામ લોકોની આંખો ચકાસીને જેમને મોતિયાના ઓપરેશનની જરૂર હતી તેવાને તારીખ આપી હતી અને જેમને આંખે નમ્બર હતા તેવા દર્દીઓને માત્ર 50 રૂપિયાના નજીવા દરે ચશ્મા ઉપલબ્ધ કરાવ્યાં હતા. સમગ્ર કેમ્પ દરમિયાન આશાદીપનો સ્ટાફ અને સરપંચશ્રી ઉપસ્થિત રહ્યા હતા. કેમ્પની સફળતા બદલ સરપંચ દ્વારા આશાદીપનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
