અમદાવાદમાં બનેલા ગોઝારા અકસ્માતની ઘટનાને લઇ ગુજરાત પોલીસે તમામ શહેર અને જિલ્લામાં બેદરકારી અને ઓવર સ્પીડથી વાહન ચલાવતા ચાલકો સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. એને લઈ બોડેલી પોલીસે મોડી રાત સુધી ચેકિંગમાં જોતરાઈ ગઈ હતી, શહેરના જુદા-જુદા મહત્ત્વના વિસ્તારોમાં પોલીસની ચેકીંગ ની કામગીરી ચાલી રહી છે
બોડેલીના અનેક વિસ્તારો ઉપર ચેકીંગ કરવામાં આવી રહ્યું છે બોડેલી ઢોકલીયા ચોકડી બોડેલી અલીપુરા ચાર રસ્તા જેવા વિસ્તારોમાંથી શહેરમાં તથા બહારગામથી શહેરમાં પ્રવેશવાના રસ્તાઓ પર બોડેલી પોલીસ દ્વારા ચેકીંગ કરીને વાહનોના કાગળો, લાયસન્સ, ફેન્સી નંબર પ્લેટ, નંબર પ્લેટ વગરના, ધૂમ સ્ટાઈલ વાળા સાયસન્સવાળા, પ્રતિબંધિત હોર્નવાળા ટુ-વ્હીલરો તથા ફોર વ્હીલરોવાળાઓ સામે વાહન ચેકીંગ કરવાની કામગીરી કરવામાં આવી હતી. તથા વાહનો ડીટેઈન તથા દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
બોક્સ
બોડેલી પોલીસ દ્વારા ચેકીંગ કરીને વાહનોના કાગળો, લાયસન્સ, ફેન્સી નંબર પ્લેટ, નંબર પ્લેટ વગરના, સાયસન્સવાળા, પ્રતિબંધિત હોર્નવાળા ટુ-વ્હીલરો તથા ફોર વ્હીલરોવાળાઓ સામે વાહન ચેકીંગ કરવાની કામગીરી કરવામાં આવી
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર