બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં અણીયાળી રોડ ઉપર આવેલ સર્વોદય માધ્યમિક અને ઉચતર માધ્યમિક શાળા ખાતે મારી શાળા હરિયાળી શાળા ‘કાર્યક્રમ અંતર્ગત તારીખ વૃક્ષા રોપણ કાર્યક્રમ નું આયોજન કરાયુ હતુ જેમાં 90 થી વધારે વૃક્ષો શાળા ના પ્રાંગણ માં તથા આસપાસ ના વિસ્તાર માં વાવવામાં આવ્યા હતા.જેમાં અલગ અલગ પ્રકારના વૃક્ષો રોપવામાં આવેલ હતા. આ કાર્યક્રમ માં દરેક શિક્ષક મિત્રો એ અને દરેક વિદ્યાર્થી ઓ એ ભાગ લીધો હતો. શાળા માં પર્યાવરણ અને વૃક્ષો નું મહત્વ સમજાવતા કાર્યક્રમો પણ ગોઠવ્યા હતા. દરેક લોકો એ પોતાના જીવન માં વૃક્ષો વાવવા જોઇએ અને એનું જતન કરવું જોઇએ એવી વિશેષ વૃક્ષો અંગે ની માહિતી શાળા ના સંચાલક અશોકસિંહ ડોડીયા તેમજ આચાર્ય દ્વારા આપવામાં આવી હતી…
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર