Gujarat

આજે રાણપુરની મનુભાઇ એ.શેઠ સ્કુલ ખાતે રાણપુર તાલુકાના વિવિધ વિકાસલક્ષી કાર્યોના લોકાર્પણ-વર્ક ઓર્ડર વિતરણનો કાર્યક્રમ યોજાશે

જિલ્લા પંચાયતના પ્રમુખ ઘનશ્યામભાઇ વીરાણીના અધ્યક્ષસ્થાને તેમજ  ધારાસભ્ય કાળુભાઈ ડાભીની પ્રેરક ઉપસ્થિતિમાં  કાર્યક્રમ યોજાશે
રાણપુર તાલુકા પંચાયત કચેરી હસ્તકના અંદાજે રૂ.૮૫ લાખના કામોનું લોકાર્પણ તથા રૂ.૧૩૭ લાખના કામોના વર્ક ઓર્ડર વિતરણ કરાશે
            જિલ્લા પંચાયતના પ્રમુખ ઘનશ્યામભાઇ વીરાણીના અધ્યક્ષસ્થાને મીટ્ટી કો નમન, વિરો કો વંદન થીમ અંતર્ગત તા.૨૮ જુલાઇ, ૨૦૨૩ ને શુક્રવારના રોજ સાંજે ૪:૩૦ કલાકે રાણપુરની શ્રી મનુભાઇ એ.શેઠ સ્કુલ ખાતે રાણપુર તાલુકા પંચાયત કચેરી હસ્તકના અંદાજે રૂ.૮૫ લાખના વિવિધ વિકાસલક્ષી કામોનું લોકાર્પણ તથા રૂ.૧૩૭ લાખના કામોના વર્ક ઓર્ડર વિતરણનો કાર્યક્રમ યોજાશે.આ કાર્યક્રમમાં ધંધુકાના ધારાસભ્ય કાળુભાઇ ડાભી, જિલ્લા કલેક્ટર ડૉ. જિન્સી રોય, જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુદાણીયા, જિલ્લા પોલીસ અધિક્ષક કે.એફ.બલોલિયાની પ્રેરક ઉપસ્થિતિ તેમજ રાણપુર તાલુકા પંચાયતના પ્રમુખ વિનોદભાઇ સોલંકી, કારોબારી સમિતિના ચેરમેન સુરેન્દ્રસિંહ પરમાર પણ ઉક્ત કાર્યક્રમમાં સહભાગી બનશે.
અત્રે નોંધનીય છે કે,  રાણપુર ખાતે યોજાનારા રાણપુર તાલુકા પંચાયત હસ્તકના વિવિધ લોકાર્પણ-વર્ક ઓર્ડર કાર્યક્રમમાં ૧૫માં નાણાપંચ (જિલ્લા કક્ષા) વર્ષની ગ્રાન્ટમાંથી રૂા.૮૫ લાખના ખર્ચે તાલુકાના ૭ ગામોમાં ટ્રેક્ટર ટ્રોલીનું લોકાર્પણ, રાણપુર તાલુકાની તમામ (૪૨) શાળામાં ૧૫માં નાણાપંચ (તાલુકા કક્ષા)ની ગ્રાન્ટમાંથી રૂા.૮.૪૦ લાખની સ્પોર્ટકિટસનું વિતરણ,રાણપુરના તમામ ગામોના V.C.E. ને રૂા.૬.૪૦ લાખની રકમ પ્રોત્સાહક વેતન તરીકે ૧૫માં નાણાપંચ (ગ્રામ્ય કક્ષા) અંતર્ગત ચુકવણું, મનરેગા યોજના અંતર્ગત રૂા.૧૭ લાખના ખર્ચે બનનાર નવીન ગ્રામ પંચાયતના વર્ક ઓર્ડર, મનરેગા યોજના અંતર્ગત રૂ।.૧૨૦ લાખના ખર્ચે બનનાર નવીન-૧૨ આંગણવાડીના વર્ક ઓર્ડર, પ્રધાનમંત્રી આવાસ યોજના (P.M.A.Y.) વર્ષ-૨૦૨૨/૨૩ના આવાસના વર્ક ઓર્ડરનું વિતરણ કરાશે.
તેવી જ રીતે ૧૬ સખીમંડળોને (S.H.G.)ને રૂા.૪.૮૦ લાખનું રીવોલ્વીંગ ફંડ તથા ૩૩-વીલેજ ઓર્ગેનાઈઝશનને રૂા.૪૦ લાખનું કમ્યુનીટી ઈન્વેસ્ટમેન્ટ ફંડ (C.I.F.) નું ચુકવણું કરાશે. આમ એકદંરે રૂા.૮૫ લાખના કામોનું લોકાર્પણ તથા રૂા.૧૩૭ લાખના કામોના વર્ક ઓર્ડર વિતરણ કરાશે.
અહેવાલઃવિપુલ લુહાર,રાણપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *