આજે માણાવદરના પોલીસ સબ ઈન્સ્પેક્ટરશ્રી બારોટ સાહેબ એ માણાવદર મુસ્લીમ સમાજના પ્રમુખશ્રી હુસેનભાઈ દલ તથા ટ્રસ્ટીશ્રી નિશારભાઈ ઠેબા અને અજીતભાઈ શમા વિગેરેને સાથે રાખી પોલીસ કાફલા સાથે મહોરમ નિમિતે તા. ૨૮ તથા ૨૯ ના નિકળનાર તાજીયાના ઝુલુસના નિયત રૂટ ઉપર ફુટ પેટ્રોલીંગ કર્યું હતું. રૂટમાં આવતા રસ્તાનું નિરીક્ષણ કર્યું હતું. રસ્તામાં પડેલા ખાડા તથા નડતરરૂપ ઝાડવા, ઈલેકટ્રીક વાયરો વિગેરે બાબતે જરૂરી સુચનાઓ આપી હતી. મહોરમ નિમિતે અને તાજીયાના ઝુલુસ સબંધે ડીસ્ટ્રીક્ટ મેજીસ્ટ્રેટ સાહેબ એ બહાર પાડેલ જાહેરનામાની વિગતો સમજાવી તેનું પાલન કરવા સુચનાઓ આપી હતી. તાજીયાના રૂટ ઉપર ફુટ પેટ્રોલીંગ કરી કાયદો અને વ્યવસ્થા જળવાય એ માટે આગોતરૂં આયોજન કરનાર માણાવદરના નવ નિયુક્ત પોલીસ સબ ઈન્સ્પેક્ટરશ્રી બારોટ સાહેબની કામગીરીને માણાવદર મુસ્લીમ સમાજના પ્રમુખ સહીતના ટ્રસ્ટી મંડળે, વેપારી મંડળે તથા હિન્દુ મુસ્લીમ સમાજના તમામ આગેવાનો એ બિરદાવી હતી.
તસ્વીર – અહેવાલ – દિપક રાજા – માણાવદર