લીલીયા મોટા ખાતે ગટરના ગંભીર મુદ્દે જેમાં સાઈનાથ પ્લોટ વેલનાથ પ્લોટ મફત પ્લોટ આદર્શ સોસાયટી સિવિલ વિસ્તાર મફ્તપ્લોટ નાવલી બજાર સહિતના વિસ્તારોમાં ગટરનો ગંભીર પ્રશ્ન હોય જે બાબતે લાગુ પડતી તમામ કચેરી ઓને અનેકવાર લેખિત રજૂઆત કરવામાં આવેલ હોય તેમ છતાં આ નિંભર તંત્ર ના પેટ નું પાણી પણ ન હલતું હોય ત્યારે ના છૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે આવનાર 1/8/2023 ના રોજ લીલીયા ના સામાજિક કાર્યકર એડવોકેટ સંજય બગડા દ્વારા લીલીયા તાલુકા પંચાયત કચેરી સામે ઉપવાસ આંદોલન પર બેસવા માટેની પરમિશન મામલતદાર પાસે માંગવામાં આવેલ અને તારીખ 1 થી આ આંદોલન ની શરૂઆત કરાંશે સાથે લીલીયા ના ગટર પીડિત લોકો પણ આ આંદોલન માં બેસવા માટે સમર્થન આપેલ છે તેમ ઈમરાન પઠાણ ની યાદી માં જણાવેલ છે
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા